________________
“અનેકાન્તવાદ”
૧૦૫
(૬)
શિષ્યમાં યોગ્યતા હોવા છતાં શાસ્ત્ર કે ગુરુ ધર્મજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં ઉપકારક છે. બીજમાં અંકુરોત્પાદન શક્તિ હોવા છતાં પૃથ્વી, પવન
અને પાણીનો સંયોગ ન થાય તો તે કાર્ય થતું નથી. (૫) જીવ-અજીવ સ્વતંત્ર પણે ગતિ કરતાં હોવા છતાં
ધર્માસ્તિકાયની સહાયકતા વિના ગતિ કરતાં નથી. અને તેથી જ અલોકમાં જતાં નથી. માટે નિમિત્ત માત્ર હાજર જ છે એમ નહી પણ સહાયક છે જીવમાં જ્ઞાન-દર્શનની શકિત હોવા છતાં પણ-ચક્ષુ અને ચશ્માં વિના જોઈ શકાતું નથી. માટે ચક્ષુ અને ચશ્માં
જ્ઞાનદર્શનમાં સહાયક છે. જગતનાં તમામ કાર્યો ઉભયના સંયોગથી જ થાય છે. જગતની પરિસ્થિતિ બન્ને નયોને આશ્રિત છે. માત્ર એક નયનું જ આલંબન લેવું તે વાસ્તવિક બરાબર નથી.
પ્રશ્ન- [૨૮૦] વ્યવહાર નય તો ઉપચાર માત્ર જ છે તેથી મિથ્યા છે. નિશ્ચયનય એ જ સત્ય છે. તેથી તે જ નય સ્વીકારવો યોગ્ય છે ?
ઉત્તર- વ્યવહાર નય એકલો ઉપચાર માત્ર નથી, તેમાં પણ તથ્થાંશ છે. અને તેથી મિથ્યા પણ નથી. ગમે તેનો ગમે તેમાં ઉપચાર પણ કરાતો નથી. ઉપચાર પણ તથ્થાંશસ્પર્શી હોય છે. નદીના કિનારામાં નદીનો ઉપચાર કરાય છે. હવે જો નદીતટમાં નદીનો તથ્થાંશ હોય જ નહીં અને મિથ્યા ઉપચાર કરાતો હોય તો ગામમાં કે સીમમાં નદીપણાનો ઉપચાર કેમ નથી કરાતો ? નદીતટમાં નદીની પવિત્રતા અને શીતળતાનો જે તથ્થાંશ છે તે ગામ કે સીમમાં નથી. માટે ઉપચાર હોય તો પણ સત્યાંશગ્રાહી છે મિથ્યા નથી.
પ્રશ્ન- [૨૮૧] કોઈ બળવાન માણસને આ સિંહ છે કે આ વાઘ છે એમ ઉપચાર કરાય છે તેથી તે માણસ સિંહ કે વાઘ બનતો નથી. ચારપગો કે હિંસક બનતો નથી. માટે આ ઉપચાર મિથ્યા છે. તેવી જ રીતે નદીતટમાં નદીનો ઉપચાર કરવા છતાં તે કંઈ નદી બની જતી નથી માટે ઉપચાર કાલ્પનિક છે મિથ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org