________________
૧૦૪
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- નિમિત્તનો ઉપકાર છે જ. તૃણમાં રહેલી ઘીની ઓઘશક્તિને ગવાદિ પશુના જઠરાગ્નિનું નિમિત્ત દૂધ રૂપે બનાવે છે. દૂધને છાશનો સંયોગ જ દહીં રૂપે બનાવે છે. દહીંને મન્થાન જ માખણ રૂપ બનાવે છે. અને માખણને અગ્નિનું નિમિત્ત જ ઘી સ્વરૂપે બનાવે છે. આ પ્રમાણે ઉપાદાનમાં રહેલી ઓઘ શકિત ને ક્રમશઃ નિમિત્તોનો સંયોગ જ વિકસિત કરે છે અને અત્તે કાર્ય સ્વરૂપે પરિણામ પમાડે છે.
પ્રશ્ન- [૨૭૯] કોઈ કોઈ જૈન સંપ્રદાય એમ માને છે કે ઉપાદાનમાં રહેલી યોગ્યતાથી જ કાર્યસિધ્ધિ થાય છે. નિમિત્ત કંઈ પણ કરતું નથી. નિમિત્તની હાજરી માત્ર જ હોય છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કિંઈ જ કરી શકતું નથી. સર્વે દ્રવ્યો પોતપોતાના પર્યાયનાં જ કર્તા છે. તેથી નિમિત્ત ઉપાદાનને કંઈ જ કરતું નથી. ફકત હાજર માત્ર જ હોય છે. ઉપાદાન જ કાર્યનું કર્તા છે. માટે નિમિત્તોના સહારાથી કાર્ય થાય છે એમ કલ્પના કરવી તે મિથ્યાત્વ છે. આવી માન્યતા જે પ્રવર્તે છે તે શું સત્ય છે ?
ઉત્તર- ના, તે માન્યતા સત્ય નથી જો નિમિત્તો ઉપાદાનને કંઈ પણ સહાયતા ન જ કરતાં હોય તો તેની હાજરી માનવાની પણ શું જરૂર ? માટે ઉપરની કલ્પના એકાન્તનિશ્ચયનયની છે. જ્યારે જગતનું સ્વરૂપ બે નયથી ભરેલું છે. એક્લા નિશ્ચય નયવાળું જગતનું સ્વરૂપ
નથી.
. (૧) માટીમાં પીગળી જવા પણું નિશ્ચિયનયથી હોવા છતાં
પણ પાણીના સંયોગ વિના પીગળતી નથી. માટે પાણીનો સંયોગ કંઈક ઉપકાર કરે છે. અનાજમાં સીઝવાની યોગ્યતા છે. પરંતુ અગ્નિના સંયોગ વિના અનાજ સીઝતું નથી. માટે અગ્નિનો સંયોગ હાજરમાત્ર જ છે એમ નહીં પરંતુ અનાજને સીઝવવામાં ઉપકારક
શિષ્યમાં ધર્મ સમજવાની યોગ્યતા છે. પરંતુ શાસ્ત્ર કે ગુરુના સંયોગ વિના ધર્મશાન આવતું નથી. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org