________________
અનેકાન્તવાદ”
કર્યા પછી તે મૂર્તિમાત્ર નથી. પરંતુ આરોપિતપ્રભુ જ છે. ભગવાનું
જ
છે.
જેમ માત-પિતાના ફોટાઓ જડ હોવા છતાં તેઓના ઉપકારોની સ્કૃતિનું કારણ બને છે. રાજકીય નેતાઓના ફોટાઓ તેઓની રાજ્ય અવસ્થાના પરાક્રમોની સ્મૃતિ કરાવે છે. તેવી જ રીતે ભગવન્તોની મૂર્તિ પણ ભગવન્તોના ઉપકારોની સ્મૃતિ કરાવે છે.
પ્રશ્ન- [૨૫૬] મૂર્તિને માનીએ તો તેના માટે મંદિર જોઇએ, અને તેને બંધાવવામાં અનેક જીવોની હિંસા થાય, ભગવન્તોએ હિંસાનો તો નિષેધ કહ્યો છે.
ઉત્તર- મંદિરો બાંધનારા અને બંધાવનારા ગૃહસ્થ-શ્રાવક-શ્રાવિકા જ હોય છે. અને તેઓનો દેશવિરતિ ધર્મ હોવાથી માત્ર ત્રસકાયની જ હિંસાનો ત્યાગ છે. સ્થાવર જીવોની હિંસાના ત્યાગનાં પચ્ચકખાણ તેઓને હોતા નથી. અને જે સાધુસંતો હિંસાના સર્વથા ત્યાગી છે તેઓ મંદિરો બાંધતા કે બંધાવતા નથી. ગૃહસ્થોના હિત માટે તેઓને ઉપદેશ આપે છે.
પ્રશ્ન- [૨૫૭] મંદિર બાંધવામાં જો લાભ છે તો સાધુસંતો પોતે કેમ બાંધતા નથી? અને જો લાભ નથી તો ગૃહસ્થોને બાંધવાનો ઉપદેશ શા માટે આપે છે ?
ઉત્તર- ડોકટર સાહેબો રોગીને જે દવા આપે છે તે દવામાં જો લાભ છે તો ડોકટર સાહેબ પોતે કેમ લેતા નથી ? અને જો લાભ નથી તો દર્દીને કેમ આપે છે ? આ પ્રશ્નનો જે ઉત્તર છે તે જ ઉત્તર મંદિરની બાબતમાં પણ છે. દર્દીને રોગ છે. ડોક્ટર સાહેબને રોગ નથી. જેને રોગ હોય તેને દવા હિતકરનારી બને છે. માટે ડોકટર પોતે નિરોગી હોવાથી દવા લેતા નથી અને દર્દી રોગી હોવાથી તેને દવા આપે છે. તે જ પ્રમાણે ગૃહસ્થ આરંભ-સમારંભના રોગ વાળા છે તેથી મંદિર બંધાવવું તેના માટે હિતકારી છે અને સાધુસંતો આરંભસમારંભના રોગ વિનાના છે. માટે આ કાર્ય તેઓ કરતા નથી. - પ્રશ્ન- [૨૫૮] પરંતુ ડોક્ટર સાહેબ પોતે રોગી બને તો તેઓ તો દવા લે જ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org