________________
“અનેકાન્તવાદ”
૮૯
મુખ્યત્વે બે નયો છે. તેના પેટાભેદો રૂપે ૭ નવો છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) જાસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. આ સાત નયોમાંથી પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિકના પટાભેદો છે અને પાછળના ત્રણ પર્યાયાર્થિક નયના પેટાભેદો છે.
પ્રશ્ન- [૨૨૭] નૈગમ નય એટલે શું ?
ઉત્તર- જે વસ્તુમાં વસ્તુનું સ્વરૂપ ન હોય પરંતુ વસ્તુના સ્વરૂપનો આરોપ (ઉપચાર) કરવામાં આવે તે નૈગમનય, દૂરતર કારણમાં કાર્યનો ઉપચાર કરાય તે નગમના, જેમ કે ઝઝવાના જળને જળ કહેવું, ઘડો માટીનો બનેલો હોવા છતાં તેમાં મુખ્યત્વે ઘી જ ભરાતું હોય ત્યારે ઘીનો ઘડો કહેવો, પ્રભુ મહાવીર સ્વામી ૨૫૦૦ વર્ષો પૂર્વે જન્મ્યા છે અને નિર્વાણ પામ્યા છે. તથાપિ આ વર્ષે ચૈત્રસુદ ૧૩ અને આસો વદ અમાવાસ્યા આવે ત્યારે પ્રભુનો જન્મદિવસ છે અને નિર્વાણ દિવસ છે એમ માનવું તે નિગમ નય કહેવાય છે.
પ્રશ્ન- [૨૨૮] તે નૈગમનયના પેટાભેદો કેટલાં? અને કયા
કિયા ?
ઉત્તર- વિવફાભેદે બહુ ભેદો થાય છે, તથાપિ કાળ આશ્રયી (૧) ભૂત નૈગમ (૨) ભાવિ નગમ, અને (૩) વર્તમાન બૈગમ એમ ત્રણ ભેદો શાસ્ત્રોમાં જણાય છે. (૧) જે બીના ભૂતકાળની હોય છતાં વર્તમાનકાળમાં આરોપિત કરાય તે ભૂત નૈગમ. જેમ કે આજે દિવાલીનો દિવસ હોય ત્યારે ભગવાનનો નિર્વાણ દિવસ માનવો તે, (૨) જે બીના ભાવિમાં બનવાની હોય તેનો વર્તમાનમાં આરોપ કરવો તે ભાવિ નૈગમનય. જેમ કે ભગવાન્ જ્યારે કેવળજ્ઞાન પામે ત્યારે સિદ્ધિ પદ ભાવિમાં મળવાનું છે તથાપિ નક્કી મળવાનું જ હોવાથી કેવળી થાય ત્યારે જ સિધ્ધ થયા એમ માનવું તે ભાવિનૈગમ, (૩) જે બીના વર્તમાન કાળમાં ચાલુ છે તેને ભૂત રૂપે જણાવવી તે વર્તમાન નગમ, જેમ કે હજુ રસોઇ બનતી હોય તો પણ રસોઈ થઈ ગઈ છે જમીને જાઓ એવું બોલવું તે વર્તમાન બૈગમ.
પ્રશ્ન- [૨૨૯] સંગ્રહ નય એટલે શું ? ઉત્તર- કોઈ પણ વસ્તુઓનો સંગ્રહ કરવા વાળી બુધ્ધિ, એકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org