________________
૮૨
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- ના, તેઓનું કહેવું છે કે બારવર્ષ દુકાળ વખતે સર્વ આગમો નાશ પામ્યાં છે. આ આગમો પાછળથી આચાર્યોએ બનાવ્યા છે. તેથી મૂળથી નથી એમ કહી શ્રી કુંદકુંદાચાર્ય રચિત સમય સારાદિને જ વધુ માન આપે છે.
પ્રશ્ન- [૨૦] બન્ને સંપ્રદાયોને માન્ય હોય એવો પ્રસિધ્ધ ગ્રંથ કયો ?
ઉત્તર- “ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ” બન્ને સંપ્રદાયોને માન્ય છે. પરંતુ તેના કર્તાના નામમાં વિવાદ છે. દિગંબર સંપ્રદાય “ઉમા સ્વામી ” કહે છે અને શ્વેતાંબર સંપ્રદાય “ઉમા સ્વાતિ” કહે છે, તથા મૂલસૂત્રોમાં પણ કોઈ કોઈ સૂત્રોમાં પાઠભેદ છે. દિગંબર સંપ્રદાય વૈમાનિક દેવોમાં ૧૬ દેવલોક માને છે અને શ્વેતાંબર સંપ્રદાય ૧૨ દેવલોક માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org