________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૩) માતા-પિતા-પત્ની-પુત્ર આદિ પરિવારો મરીને ઉલટ
સુલટ થાય છે. માતા પત્ની પણ થાય છે. પત્ની માતા પણ થાય છે શત્રુ મિત્ર પણ થાય છે અને મિત્ર શત્રુ પણ થાય છે આવું સંસારનું સ્વરૂપ છે
એમ વિચારવું તે સંસાર ભાવના. (૪) આ જીવ એકલો જ આવ્યો છે. એકલો જ જવાનો
છે. દુઃખ-સુખ પણ એકલો જ ભોગવવાનો છે એમ
વિચારવું તે એકત્વ ભાવના. (૫) શરીરથી આત્મા જુદો છે. આત્માથી શરીર જુદુ
છે. પ્રત્યેક આત્માઓ પણ ભિન્ન ભિન્ન છે એમ
વિચારવું તે અન્યત્વ ભાવના. (૬) આ શરીરમાં મળ-મૂત્ર-રૂધિરાદિ અશુચિ જ ભરેલી
છે. દરેક છિદ્રોમાંથી આ જ નીકળ્યા કરે છે એમ
વિચારવું તે અશુચિત ભાવના. (૭) પ્રતિસમયે ૪૨ પ્રકારના આશ્રવોથી આ જીવમાં
કર્મો આવ્યા જ કરે છે ; જો આ આત્મા સમજશે. નહીં તો કર્મોથી ભારે ભારે થશે એમ વિચારવું
તે આશ્રવ ભાવના. (૮) સમિતિ-ગુપ્તિ આદિ સંવરના પ૭ ભેદો જીવનમાં
અપનાવવા દ્વારા આવતાં કર્મોને રોકવાં જોઇએ
એમ વિચારવું તે સંવર ભાવના. (૯) બાર પ્રકારના તપ વડે કર્મો તુટે છે માટે યથાશક્તિ
પણ તપ અવશ્ય આદરવો જોઈએ તે નિર્જરા
ભાવના. (૧૦) લોકમાં રહેલાં છ દ્રવ્યોનું સ્વરૂપ વિચારવું તે
લોકસ્વભાવ ભાવના. (૧૧)સંસારમાં સમ્યકત્વ રૂપ મુક્તિનું બીજ મળવું દુષ્કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org