________________
४८
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
ઉત્તર- ભગવન્તોએ ભાખેલાં છ દ્રવ્યોમાં પુદગલાસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. જેમાં પ્રતિસમયે પુરણ-ગલન (વૃધ્ધિ-હાનિ) થાય તે પુદ્ગલાસ્તિકાય, તેના અનંતા ભેદો છે જેને જૈનશાસ્ત્રોમાં વર્ગણા કહેવાય છે. તેમાંથી બાહ્ય આઠ વર્ગણામાંની અન્તિમ આઠમી જે વર્ગણા તે કાર્મણવર્ગણા, કર્મ પ્રાયોગ્ય વર્ગણા, આ કામણવર્ગણા જ આત્માની સાથે ચોટતાં તેને કર્મ કહેવાય છે. તે પુદ્ગલ હોવા છતાં જીવ વડે તેમાં ઉપસ્થિત કરાયેલી શક્તિ વડે જીવને સુખ-દુઃખ આપે છે. જેમ
જીવ વડે જ પુગલોનું બનાવેલું ભોજન જીવને જ તૃપ્તિ અને અજીર્ણાદિ * ફળ આપે છે તેમ અહીં સમજવું. અન્યદર્શનકારો કર્મને બદલે પ્રકૃતિ અને અવિદ્યા જેવાં તત્ત્વો માને છે.
પ્રશ્ન- [૧૧૮] બાંધેલાં કર્મો ઓછાં-વત્તાં થાય કે જેમ બાંધ્યાં હોય તેમ જ ભોગવવાં પડે ?
ઉત્તર- જેમ બાંધ્યાં હોય તેમ કર્મો ભોગવવાં જ પડે એવો નિયમ નથી. બાંધ્યા પછી શુભ-અશુભ અધ્યવસાય પ્રમાણે કર્મોમાં ફેરફાર થઈ શકે છે. શુભનો અશુભમાં અને અશુભનો શુભમાં સંક્રમ થઈ શકે છે. દીર્ઘસ્થિતિ વાળુ કર્મ લઘુસ્થિતિવાળું અને લઘુસ્થિતિવાળું કર્મ દીર્ઘસ્થિતિવાળું થઈ શકે છે. તીવ્ર કર્મ મંદ, અને મંદકર્મ તીવ્ર બની શકે છે.
પ્રશ્ન- [૧૧૭] બાંધેલા કર્મોમાં જો ફેરફાર થતા હોય અને આ રીતે મંદ થઈને જો ભોગવાઈ જાય તો કૃતનાશ અને અકૃતાગમ દોષ શું ન લાગે ?
ઉત્તર- બંધાયેલાં કર્મોમાં અધ્યવસાયને અનુસાર આ રૂપાન્તર માત્ર જ છે. તેથી કૃતનાશ - અકૃતાગમ દોષો લાગતા નથી જેમ જે કેરી મોડી પાકવાની હોય તે ઘાસ આદિની ગરમીથી વહેલી પાકે, જે ટ્રેન ધીમી ગતિએ મુંબઈ ૧૫ કલાકે આવતી હોય તે જ ટ્રેન ફાસ્ટ ચાલે તો ૮/૧૦ કલાકમાં પણ મુંબઈ આવે, જે દવા કડવી લાગતી હોય તે જ દવા મધના મિશ્રણથી મંદ કડવાશવાળી થાય છે. જે રોગ વૈદિક ઉપચારથી દીર્ધકાળે વિનાશ પામે, તે જ રોગ ઓપરેશન આદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org