________________
નવાલ્વ પ્રકરણ”
ઉત્તર- મોહને ધટાડે એવું પુણ્ય તે પુણ્યાનુબંધી પુણ્ય, જેમ કે સાધુ-સંત અને સંસારના ત્યાગી થનારા આત્માઓનું જે પુણ્ય છે. પ્રજાપાલ રાજાને મયણાસુંદરીએ આપેલો ઉત્તર તે.
મોહને વધારે એવું પુણ્ય તે પાપાનુબંધી પુણ્ય, જેમ કે અનાર્ય દેશના ધનવાન લોકોનું પુણ્ય. પ્રજાપાલ રાજાને સુરસુંદરીએ આપેલો ઉત્તર તે.
પ્રશ્ન- [૧૫૬] પાપના પણ આ રીતે જ શું ભેદો છે ?
ઉત્તર- હા, જે પાપ (દુઃખ) ઉદયમાં આવ્યું હોય પરંતુ તે વખતે આ જીવ સમતા રાખે, કષાયોને જીતે, મોહ ન કરે, પરંતુ મોહનો પરાભવ કરે તે પુણ્યાનુબંધી પાપ, જેમ કે ચંડકૌશિક સર્પ જ્યારે મુખ દરમાં ને શેષ ભાગ બહાર છે ત્યારે કીડીઓના ડખો સહન કરે છે ત્યારે દુઃખ છે પરંતુ સમતા છે. અને જ્યારે પાપ (દુઃખ) ઉદયમાં આવે ત્યારે આ જીવ રડે, આર્તધ્યાન કરે, કોઈના ઉપર આક્ષેપ-ગુસ્સો કરે તે પાપાનુબંધી પાપ, જેમકે ચોર, લુંટારો, મચ્છીમાર, કષાયી વિગેરે જીવો.
પ્રશ્ન- [૧૧૭] દ્રવ્યપુણ્ય અને ભાવપુષ્ય એ બન્નેનો અર્થ
ઉત્તર- સુખ-સામગ્રી અને સાનુકુળતાની જે પ્રાપ્તિ તે દ્રવ્યપુણ્ય, વૈરાગ્ય સમતા અને મોહના ક્ષયોપશમની જે પ્રાપ્તિ તે ભાવપુણ્ય. પાંચદશ લાખ રૂપીયાની મુડી વાળો ધંધો-વેપાર કરીને દસ-વીસ લાખ રૂપીયાવાળો થાય તે દ્રવ્યપુણ્ય અને પાંચ-દશ લાખ રૂપીયાની મુડી વાળો તેને ત્યજીને વૈરાગ્ય વાસિત થઈ દીક્ષા ગ્રહણ કરે તે ભાવપુણ્ય કહેવાય છે.
પ્રશ્ન- [૧૫૮] દ્રવ્યપાપ અને ભાવપાપ એ બન્નેનો અર્થ
ઉત્તર- દુઃખ પ્રતિકુળતા વિગેરે જે પ્રાપ્ત થાય તે દ્રવ્યપાપ, અને મોહનો તીવ્ર ઉદય, વાસના-વિકારોની પ્રાપ્તિ તે ભાવપાપ, જેમકે પુણીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org