________________
“નવતત્વ પ્રકરણ
૫૫
એ જ આત્મા છે એમ માને છે. ન્યાય-વૈશેષિક દર્શનકારો દરેક આત્મા નિત્ય છે સર્વવ્યાપી છે એમ માને છે. વેદાન્તદર્શન સર્વનો એક જ આત્મા છે તે પરમાત્મા છે એમ અદ્વૈતવાદ માને છે.
પ્રશ્ન- [૧૩૫] અજીવ તત્ત્વના ભેદ કેટલા ? અને કયા કયા ?
ઉત્તર- અજીવ તત્ત્વના ૪ ભેદ (અપેક્ષાવિશેષે) ૫ ભેદ છે.
(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, અને (૫) વ્યવહાર નય આશ્રયી કાળદ્રવ્ય.
પ્રશ્ન- [૧૩૬] આ દ્રવ્યોનું સ્વરૂપ શું ?
ઉત્તર- ધર્માસ્તિકાય અરૂપી છે, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનું છે. ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેનાર છે. સૂમ છે. અતીન્દ્રિય છે. કેવલજ્ઞાનીથી જ ગમ્ય છે, અને જીવ-પુગલોને હાલવા-ચાલવામાં ગતિસહાયક છે, જેમ માછલાને તરવામાં પાણી, પંખીને ઉડવામાં પવન, મનુષ્યોને વાંચનમાં પ્રકાશ સહકારી કારણ છે. તેમ જીવ પુગલને આ દ્રવ્ય ગતિમાં સહાયક છે.
અધર્માસ્તિકાય દ્રવ્ય પણ ધર્માસ્તિકાયની જેમ જ અરૂપી વર્ણાદિ વિનાનું છે. પરંતુ વૃક્ષોની છાયા ઉભા રહેવામાં જેમ સહાયક છે, તેમ આ દ્રવ્ય જીવ-પુગલોને ગતિને બદલે સ્થિતિમાંsઉભા રહેવામાં સહાયક છે.
આકાશાસ્તિકાય દ્રવ્ય અરૂપી છે, વર્ણાદિ વિનાનું છે, પરંતુ શ્રદ રજજુ આત્મક લોક અને અનંત અલોક એમ લોકાલોકમાં સર્વત્ર વ્યાપક છે. જીવ-પુગલોને અવકાશ આપનાર છે. - પ્રશ્ન- [૧૩૭] લોક અને અલોક એમ બે ભાગ કોના વડે પડયા છે ?
ઉત્તર- જ્યાં ધર્મ-અધર્મ-જીવ-પગલાદિ દ્રવ્યો છે તેને લોક કહેવાય છે. તે ચૌદ રાજ ઉંચાઈ પ્રમાણ છે. અને જ્યાં ધર્માદિ દ્રવ્યો નથી તેને અલોક કહેવાય છે, જ્યાં ફકત એક આકાશ દ્રવ્ય જ છે, તે અલોકાકાશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org