________________
પ૪
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા તિર્યંચ અને મનુષ્યોને અત્તર્મુહૂર્ત પૂર્ણ થાય છે અને દેવ-નારકીને એકેક સમયમાં પૂર્ણ થાય છે.
પ્રશ્ન- [૧૩૧] મનુષ્ય-તિર્યંચો આ ઔદારિક શરીર હોતે છતે લબ્ધિના બળથી જ્યારે જ્યારે નવું નવું વૈક્રિય કે આહારક શરીર બનાવે ત્યારે ત્યારે છ પર્યાયિઓ ફરીથી કરવી પડે ? કે આ પ્રથમ કરી હોય તેનાથી જ વ્યવહાર ચાલે ?
ઉત્તર- નવું શરીર બનાવે ત્યારે નવા શરીર સંબંધી છ પર્યાદ્ધિઓ ફરીથી કરવી જ પડે અને તે વૈક્રિયવર્ગણાનાં પગલો સંબંધી તથા આહારક વર્ગણાનાં પદ્ગલો સંબંધી હોય છે.
પ્રશ્ન- [૧૩] છ એ પર્યાસિઓ અન્તર્મુહૂર્ત કાળમાં પૂર્ણ થઈ જાય છે. પછીના કાળમાં ગર્ભમાં રહ્યો છતો આ જીવ શું કરે
ઉત્તર- પ્રતિસમયે નવા-નવા આહારગ્રહણ વડે આ છ એ પર્યાપ્તિઓની પુષ્ટિ કરે છે. તેનાથી શરીરવૃદ્ધિ થાય છે. હાલ માસ આસપાસ કાળ થતાં એવા પ્રકારની શરીરની વૃદ્ધિ થાય છે કે તે જીવ સ્વય. આહાર-નિહાર કરવા સમર્થ બને છે. ત્યારે તેનો ગર્ભભાગથી. બહાર પ્રસવ થાય છે. જેને જન્મ કહેવામાં આવે છે.
પ્રશ્ન- [૧૩૩] આત્મા નિત્ય છે કે અનિત્ય છે ?
ઉત્તર- દ્રવ્યથી અનાદિ કાળથી છે અને ભાવિમાં પણ અનંતકાળ સુધી રહેશે. માટે નિત્ય છે. પરંતુ પર્યાયથી પ્રતિસમયે બદલાતો છે. બાલ્ય-યુવા-અને વૃધ્ધાવસ્થા રૂપે તથા મનુષ્ય-તિર્યંચ-દેવાદિ ભવ સ્વરૂપે બદલાતો છે માટે અનિત્ય પણ છે.
પ્રશ્ન- [૧૩૪] અન્ય દર્શનકારો (ધર્મસૂત્રકારો) આત્માને કેવો માને છે ?
ઉત્તર- ચાર્વાક દર્શનકારો પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશ એમ પાંચ ભૂતોમાંથી ચેતના ઉત્પન્ન થાય છે તે જ આત્મા કહેવાય છે એમ માને છે. બૌધ્ધદર્શનકારો ક્ષણ ક્ષણવર્તી જ્ઞાનસંતતિ=જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org