________________
“નવતત્ત્વ પ્રકરણ’'
૪૧
ઉત્તર- હા, આ આત્મા પોતાના પ્રાપ્ત થયેલા શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. પરંતુ નખ અને કેશાદિ નિર્જીવ ભાગોમાં જ માત્ર વ્યાપ્ત નથી. શેષ સર્વ ભાગોમાં વ્યાપ્ત છે.
પ્રશ્ન- [૧૦૦] આ આત્મા કોણે બનાવ્યો છે. અને કયારે બનાવ્યો છે ?
ઉત્તર- આ આત્મા ઇશ્વરાદિ કોઈ પણ વ્યક્તિએ બનાવેલ નથી. આકાશ આદિની માફક સ્વયં સહજસિધ્ધ જ છે. અને તેથી જ અનાદિકાલથી છે. તેની ઉત્પત્તિ જ નથી. માટે આદિ નથી. તથા અંત પણ નથી.
પ્રશ્ન- [૧૦૧] આ સંસારમાં આવા કેટલા આત્માઓ છે ? ઉત્તર- આ સંસારમાં અનંતાનંત જીવો છે, જેની કોઈ પણ સંખ્યા ગણી શકાતી નથી, અસંખ્ય પણ નથી, પરંતુ અનંતાનંત છે અને તે સર્વે નિગોદાવસ્થામાં જ હોય છે. પૃથ્વીકાયાદિ શેષ ભવોમાં તો અસંખ્યાતા જ હોય છે અને મનુષ્યોમાં સંખ્યાતા જ હોય છે.
પ્રશ્ન- [૧૦૨] મુક્ત અને સંસારી એવા બે ભેદોનો અર્થ શું ? અને તે ભેદો કોના વડે કરાયા છે ?
ઉત્તર- જે આત્માઓ કર્મ વિનાના છે, જન્મ-જરા-મરણાદિ ઉપાધિરહિત છે, શરીર વિનાના છે. શુધ્ધ-બુધ-નિરંજન છે તે મુક્ત. અને જે આત્માઓ કર્મવાળા છે જન્માદિ ઉપાધિવાળા છે, શરીરવાળા છે, પૂર્ણ જ્ઞાનાદિ ગુણ વિનાના છે- તે સંસારી.
કર્મ દ્વારા જીવોના આ બે ભેદો પડેલા છે : જેઓને કર્મ છે તે સંસારી અને જેઓને કર્મ નથી તે મુક્ત.
પ્રશ્ન- [૧૦૩] આ બન્ને પ્રકારના જીવોનું સ્થાન કયાં છે ? અને ત્યાં કેટલો કાળ રહે છે ?
ઉત્તર- મુક્તજીવો ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશના અંતે છેડે ઉપરભાગમાં લોકની અંદર વસે છે. કર્મ વિનાના જીવોનો સહજ ઉર્ધ્વગતિગામી સ્વભાવ છે. એટલે ઉપર વસે છે. અને લોકાકાશથી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org