________________
૩૨
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
પ્રશ્ન- [૭૭] ૧૯ દોષો કયા કયા ? તેનો અર્થ શું ? ઉત્તર- (૧) ઘોડાની પેઠે પગ વાંકોચૂકો રાખે તે ઘોટકદોષ. (૨) વેલડીની માફક શરીર કંપાવે તે લતાદોષ. (૩) થાંભલા-ભીંત વિગેરેનો ટેકો લેવો તે ભદોષ. (૪) માળ-મેડીને માથું અડાડવું તે માલદોષ. (૫) ગાડાની ઊંધની માફક બે પગ ભેગા કરવા તે ઉધ્ધિદોષ.
(૬) બેડીમાં નાખેલા પગની જેમ પહોળા પગ રાખવા તે નિગડદોષ.
Jain Education International
(૭) ભીલની સ્ત્રીની જેમ ગુપ્તસ્થાને હસ્તાદિ રાખવા તે શબરીદોષ.
(૮) ઘોડાની લગામની જેમ ઓઘો કે ચરવળો આગળ દેખાવ રૂપે રાખવો, અથવા ગુચ્છો આગળ અને દાંડી પાછળ રાખવી તે ખલીનદોષ.
(૯) નવી વધુની જેમ મુખ નીચે રાખવું તે વહૂદોષ. (૧૦) પહેરેલું ધોતીયું અથવા ચોલપટ્ટો નાભિથી ચાર
આંગળ નીચે અને ઢીંચણથી ચાર આગળ ઉપર રાખવો જોઈએ તેના બદલે વધારે લાંબુ વસ્ત્ર રાખવું. તે લંબુત્તર દોષ.
(૧૧) સ્ત્રીના શરીરની જેમ આખા શરીર ઉપર કપડું ઢાંકી રાખે તે સ્તનદોષ.
(૧૨) નવકારો ગણવા માટે હાથની આંગળીઓ ફેરવવી તે ભ્રમિતાંગુલિદોષ.
(૧૩) કાગડાની પેઠે આમતેમ જોયા કરવું તે વાયસદોષ. (૧૪) મસ્તક નીચું રાખીને કાઉસ્સગ્ગ કરવો તે સંયતિદોષ. (૧૫) કોઠના ફળની જેમ ધોતિયુ વિગેરે ડૂચારૂપે રાખવું તે કોષ્ટ દોષ.
For Private & Personal Use Only
www.jainelibrary.org