________________
આવશ્યક પ્રકરણ
૩૫ પ્રશ્ન- [૮૫] આ દશ પ્રકારના અધ્યા પચ્ચખાણોના અર્થો
ઉત્તર- (૧) નવકારશી = સૂર્યોદય પછી ૪૮ મિનિટે, એક સ્થાને
બેસીને ત્રણ નવકાર ગણીને જે પળાય તે નવકારશી. (૨) પોરિસી = પુરુષના શરીર પ્રમાણ સૂર્યની છાયા
થાય, ત્યારે જે પળાય અર્થાત સૂર્યોદય પછી લગભગ ત્રણ કલાકથી અધિક કાળ પછી જે પળાય
તે પોરિસી. (૨) સાઢપોરિસી = પુરુષના શરીરની ઊંચાઈ કરતાં
અર્ધી છાયા શરીરની પડે ત્યારે એટલે કે સૂર્યોદયથી લગભગ ૪૩૦ સાડા ચાર કલાક પછી પળાય તે
સાઢપોરિસી. (૩) પુરિમઢ = બરાબર અર્ધ દિવસ થાય ત્યારે પળાય
અર્થાત્ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેના સમયનો અર્ધભાગ
ગયા પછી જે પળાય તે પુરિમઢ. (૩) અવઢ = દિવસના ત્રણ ભાગી ગયા પછી અને
ચોથો ભાગ બાકી રહે ત્યારે જે પળાય તે અવઢ. (૪) એકાશન = દિવસમાં ફક્ત એક જ વાર ભોજન
કરવું તથા એક જ સ્થાને બેસીને ભોજન કરવું તે. (૪) બેઆશન = દિવસમાં એક જ સ્થાને બેસીને ફક્ત
બે વાર જ ભોજન કરવું તે. (૫) એકલઠાણું = દિવસમાં એક જ વાર ભોજન કરવું
અને ભોજન કરતી વખતે હાથ અને મુખ સિવાય બીજા કોઈ પણ અંગો ચલાવવાં નહીં. એકદમ સ્થિર
રાખવાં. (૬) આયંબીલ = દિવસમાં એક જ વાર ભોજન કરવું,
અને તેમાં પણ વિગઈઓ અને વિકારોનો મૂળથી ત્યાગ કરવો તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org