Book Title: Jain Lagna Sanskar Author(s): Jaksha Sunil Shah Publisher: Jain Shravika Seva Samsthan View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2 છે * જ પૂછતી. દરમ્યાનમાં શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાનના ઉપક્રમે જૈન લગ્નવિધિ અંગે અભ્યાસપૂર્વકની નાનકડી પુસ્તિકા તૈયાર કરવાની દરખાસ્ત આવી. મને ખાસ રૂચિ હોવાથી મેં તેમાં રસ બતાવ્યો.અહીં લગ્નવિધિની આસપાસના કેટલાક મહત્ત્વના પ્રસંગોને વિધિ સહિત સમજાવવાની થોડીક મથામણ કરી છે. લગ્નની વિધિની મહત્તા તથા લગ્ન વિશેનાં અવતરણોનું સાહિત્ય મેં આ વિધિમાં સામેલ કર્યું છે. કોઈ વિષય ઉપર પારદર્શક શૈલીમાં અને સર્વગ્રાહ્ય રીતે લખવું એ અઘરું કાર્ય છે. મને લેખનનો ઝાઝો અનુભવ નથી તેથી કોઈ વિગત રહી ગઈ હોય કે કોઈ વિગતમાં ગેરસમજનો દોષ હોય તો ખૂબ જ અંતઃકરણપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. આ કાર્યમાં સહકાર આપવા બદલ મારા જીવનસાથી શ્રી સુનિલ શાહ, પુત્રી ચિ. જૈની અને પુત્ર ચિ. મુંજાલનો પણ આભાર માનું છું. શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાનનાં સર્વશ્રી નીલપર્ણાબહેન, ચારુબહેન, ફાલ્ગનીબહેન, અંજલિબહેન વગેરે તરફથી પણ મને હંમેશાં પ્રોત્સાહન અને હૂંફ મળતાં રહ્યાં છે. તેમનો ખૂબ આભાર. પંડિત શ્રી તિવારીજી અને શ્રી બી. વિજયભાઈ જૈનનો સહયોગ પણ ખૂબ સાદર સ્મરું છું. આ પુસ્તકની તૈયારી કરતાં કોઈને પણ જાણતાં-અજાણતાં ઠેસ પહોંચાડી હોય તો હૃદયપૂર્વક “ મિચ્છામિ દુક્કડમ્' પાઠવું છું. -જલા સુનિલ શાહ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 55