________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણી સાંસ્કૃતિક પરંપરા ભગવાન ઋષભદેવે સ્થાપેલી સંસ્કૃતિમાં લગ્નની સમગ્ર પરંપરાના મૂળમાં જેની સાથે ચરીના મંડપમાં અગ્નિની સાક્ષીએ ગાંઠ વળાઈ, તે વણાઈ ! તે ગાંઠમાં કપડું તો માત્ર પ્રતીક છે. એ ગાંઠ હદયમાં બંધાય છે અને હૃદયમાં બંધાયેલી એ પવિત્ર ગાંઠ છોડવા માટે બાંધવામાં આવતી નથી. કારણ કે એમાં બંધાવાનું તો હોય છે, છતાં બંધન નથી લાગતું એ તો પરસ્પર બંને જણ એકબીજાનાં પૂરક બની પોતાના તથા સહુના આત્મવિકાસ માટેના કર્તવ્યપંથની આપણી સાંસ્કૃતિક પરંપરા છે.
- શરીરમાંથી જીવાત્મા નીકળી જાય તો શરીરની શી કિંમત ? તે જ રીતે શ્રદ્ધાપૂર્વકની વિધિ ન હોય તો તે વિધિનીય શી કિંમત ?
આજના વ્યસ્ત અને ત્રસ્ત માનવજીવનમાં ઘોંઘાટ અને ધમાલનું પ્રદૂષણ પ્રસરી ગયું છે. આજે અવસરો અને પ્રસંગો તો ઉજવાય છે પરંતુ, એને માણવા માટે નવરાશ અને હોંશ ભાગ્યે જ જોવા મળે છે. તેનું એક કારણ એ પણ છે કે વિધિની સમજણ વર-વધૂ કે સગાં-વહાલાં ને હોતી નથી. તેથી તેને માત્ર ફોર્માલિટી તરીકે સ્વીકારવામાં આવે છે. કાં તો તેને કંટાળાપૂર્વક સ્વીકારવામાં આવે છે કાં તો પછી શૂળ મોજમસ્તી સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. જો તે ક્રિયાને સમજપૂર્વક કરવામાં અને સ્વીકારવામાં આવે તો તેમાં રહેલાં માર્મિક રહસ્યોનો લાભ અવશ્ય મળે. લગ્નની વિવિધ વિધિઓમાં આરોગ્ય, આયુર્વેદ, વિજ્ઞાન જેવી અનેક આવશ્યક બાબતો ગુંથાયેલી છે. લગ્નના સંબંધને ભવોભવનો સંબંધ કહેવાયો છે. સંબંધની પવિત્રતા, પારદર્શકતા અને રચનાત્મકતાનો ત્રિવેણીસંગમ એ વિધિ દ્વારા રચાય છે.
અહીં જૈન દૃષ્ટિએ લગ્નના સંસ્કારની વીસરાઈ ગયેલી વાતોનું સ્મરણ કરાવવાનો પ્રયાસ છે. જૈનો લગ્નવિધિમાં અમુક-અમુક બાબતો સ્વીકારતા નથી. એવી બાબતોમાં સૌએ પોતપોતાની શ્રદ્ધા અને અનુકૂળતા મુજબ વિધિ કરવાનું જ વાજબી ગણાય.
કે
ROLL
For Private and Personal Use Only