________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવશે તો વહન સરળ બનશે અને તેનો ભાર પણ લાગશે નહીં. આ સમજ રથની ધૂંસરીના પ્રતીકથી આપવાનો પ્રયાસ છે.
તરાક : તરાક એટલે તાર, રેટિયો કાંતતી વખતે સુતરમાંથી તાર (તરાક) કાઢવામાં આવે છે. લગ્નજીવન પણ રેટિયા જેવું છે. પતિ-પનીરૂપી તેનાં બે ચક્રો છે. પ્રેમની દોરી વડે આ ચાક બંધાયેલો છે. તે ફરતો રહે તો જ સુતરમાંથી એહના તરાક નીકળે છે.
મુશળ : સંસાર વ્યવહારમાં તમારી વાસનાને ખાંડણિયામાં મૂશળથી ખાંડી નાંખજો અને પ્રેમને અખંડ રાખજો એ બોધ મૂશનનું પ્રતીક આપે છે.
તીર : તીર ઘાતક છે. માણસે જીવનમાં વારંવાર વિવિધ પ્રકારનાં તીરનો સામનો કરવાનો આવે છે. લોકોનાં કટુ વેણ સાંભળવાં પડતાં હોય છે. લગ્ન પછી એવી ઘટનાઓનો ધૈર્યપૂર્વક સામનો કરવાનું સામર્થ્ય કેળવવાની આવશ્યકતા રહે છે. બીજી રીતે વિચારીએ તો એક નવો જ બોધ પણ એમાંથી તારવી શકાય છે કે તમે તમારા જીવનમાં શબ્દરૂપી તીરની સામે સ્નેહરૂપી ઢાલ ધરજો. એ ઢાલ કટુતા ઘટાડશે અને સંસારમાર્ગને સુંવાળો અને સુગંધમય બનાવશે.
આ વિધિ દરમ્યાન અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ એ પાંચ તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ પણ સાંકેતિક બાબત છે.
૧. રામણ દીવો : અગ્નિ ત્તત્વ. ૨. પાણીનો લોટો : જળ ત્તત્વ. 3. કંકુ-ચોખા-ફૂલ : પૃથ્વી તત્વ. ૪. વાયુઃ સર્વત્ર છે જ. ૫. આકાશ : સર્વત્ર છે જ.
આ ક્રિયામાં સૌ પ્રથમ પુરુષના શરીર અને આત્માને લાગેલાં દૂષણો અને દોષો દૂર કરવાનો ઉપક્રમ જોવા મળે છે. જેમાં પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં પાંચનો અંક પણ સૂચક છે. કહેવાય છે કે પંચ ત્યાં પરમેશ્વર. આજના અંકશાસ્ત્ર મુજબ પણ પાંચના અંકને શુભ માનવામાં
For Private and Personal Use Only