________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીઠી ચોળતી વખતે કન્યા કે યુવકનું મુખ ઉત્તર દિશામાં રખાય છે, કારણ કે ભૌગોલિક દૃષ્ટિએ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ ચુંબકીય છે. જે આ ક્રિયા દરમિયાન આપણા શરીરની ચુંબકીય રીતે નકારાત્મકતાને ખેંચે છે.
કંકુ: હળદર અને ચૂનો ભેગાં કરવાથી લાલ રંગનું કંકુ બને છે. કંકુમાં ચૂનો હોવાથી શરીરનું અસ્થિ તંત્ર મજબૂત બને છે. સ્ત્રી દરમહિને રજ:સ્વલા થાય છે. આ દરમ્યાન તથા ગર્ભાવસ્થામાં યોગ્ય પોષણ માટે લોહીની વિશેષ જરૂર પડે છે. વળી, સ્ત્રીઓનો સ્વભાવ સંવેદનશીલ હોવાને કારણે થોડી નર્વસ હોય છે. લાલ રંગ એ ઊમિનું પ્રતીક છે. ચાંલ્લો બે આંખોની વચ્ચે ભાલ ઉપર કરવામાં આવે છે. જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે. એક્યુપ્રેષરના જાણકારો કહે છે કે તે પોઈન્ટને સહેજ દબાણ આપવાથી નવી ઊર્જા પ્રાપ્ત થાય છે. આધુનિક કલર થેરેપી પ્રમાણે લાલ રંગમાં શક્તિ રહેલી છે. તેથી સ્ત્રીઓને લાલ પાનેતર, લાલ ચુંદડી, લાલ બંગડી, લાલ ચાંલ્લો વગેરેનો ઉપયોગ કરવા કહ્યું છે. કંકુ શક્તિવર્ધક હોઈ શક્તિના પ્રતીક સ્વરૂપે વિવિધ દેવીઓને પણ ચઢાવવામાં આવે છે, તે આપણે જાણીએ છીએ.
માણેકસ્તાભ : લગ્ન વખતે માણેકસ્તંભનું સ્થાપન કરવામાં આવે છે. આ માણેકસ્તંભ શમીના કાષ્ઠમાંથી બનાવવામાં આવે છે. તેનો રંગ ઉજ્જવળ હોવાથી મનને તે શાંત કરે છે. ઉપરાંત તે વૈભવપ્રાભિનું સૂચક છે. કોઈની બૂરી નજર ના લાગે તેના માટે વાપરવામાં આવે છે.
આસોપાલવ : તોરણ આસોપાલવનું મૂળ નામ અશોક વૃક્ષ છે. અશોક એટલે જે શોકને દૂર કરી આપણને સુખનું સાચું સરનામું બતાવનાર કહેવાય. આસોપાલવનાં પાંદડાંની જેમ એક જ દોરામાં પરોવાઈ જવું અને હંમેશ માટે સાથે રહેવું તેવો ભાવ તેના તોરણ દ્વારા વ્યક્ત થાય છે. આસોપાલવ સાથે પૃથ્વીત્તત્વ
કરી
For Private and Personal Use Only