Book Title: Jain Lagna Sanskar
Author(s): Jaksha Sunil Shah
Publisher: Jain Shravika Seva Samsthan

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજીવન જોડાયેલી હોય છે. માટીનો ગુણ શીતળતાનો છે. ગણેશને શુભના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. માટે ગણેશ માટલી એવું નામ હોઈ શકે. ગણધર પૂજાવિધિ : ગણ એટલે સમૂહ. ધર એટલે ધારણ કરનાર, આ વિધિ સમૂહમાં કરવાની વિધિ છે. સમૂહમાં કાર્ય કરવાથી અનંતગણી ઊર્જાશકિત ઉત્પન્ન થાય છે. જેવી રીતે રેકીની અનેક બાબતો ઉપર અસર થાય છે એવી જ રીતે જો જીવનશક્તિ (ઊર્જા)ની અસર શરીર અને મન ઉપર પડે છે. જીવનશક્તિ વધુ હોય તો શરીરમાં થાકનો અનુભવ ઓછો થાય. જીવ રસાયણશાસ્ત્ર પ્રમાણે મનુષ્યના શરીરમાં પાણી તો છે જ, પણ બાહા શરીરને પાણીથી શુદ્ધ કરવામાં આવે છે તે રીતે મનને અગ્નિથી તેમજ મંત્રોચ્ચારપૂર્વક શુદ્ધ કરવામાં આવે છે. પીઠી : પીઠી એ હિંદુ પરંપરામાં અગત્યની વિધિ ગણવામાં આવે છે. આ વિધિ શરીરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરે છે. આ વિધિ, લગ્ન કરનાર કન્યા અને યુવકને ધાતુના કે લાકડાના બાજોઠ ઉપર બેસાડીને કરવામાં આવતી હોય છે. તેમના પગ નીચે કથરોટ મૂકવામાં આવે છે. બાજોટ અને કથરોટ ધાતુના બનેલ હોઈ વિદ્યુતના વાહક હોય છે. જે શરીરની ગરમી તથી નકારાત્મકતાને ચૂસીને જમીનમાં સ્થિર કરી દે છે. અને તે વખતે પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે શરીરશુદ્ધિનું એક કારણ પણ બને છે. વળી, પીઠીમાં હળદરનો ઉપયોગ છે. હળદરનો રંગ પીળો છે, જે ગુરૂ ગ્રહનો રંગ છે. ગુરુ હંમેશાં લાભદાયી હોય છે. પીળો રંગ એ આત્મ સ્કૂરણાનો કારક છે. આયુર્વેદની દૃષ્ટિએ હળદર કફ, પિત્ત અને વાયુદોષમાં ઉપયોગી છે. તેમાં સિત્તેર ટકા કાર્બોહાઈડ્રેટ છે. જે લગ્નના દિવસોમાં લાગતો થાક ઉતારવામાં સહાયક બને છે. હળદરના લેપથી બિનજરૂરી વાળ દૂર થાય છે, શરીરની દુર્ગધ દૂર થાય છે અને ત્વચાનો વર્ણ સુધરે છે. હળદર હૃદયવિલાસીની અને પ્રેમવધિની છે. છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55