Book Title: Jain Lagna Sanskar
Author(s): Jaksha Sunil Shah
Publisher: Jain Shravika Seva Samsthan

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસ નોંધ : ૧. જે ઠેકાણે લગ્નવિધિ થાય તે મંડપમાં મંત્ર બોલનાર ગૃહસ્થ કે ગુરુ શુદ્ધ થઈ બધાં વસ્ત્ર શુદ્ધ પહેરી પોતાની બેસવાની જગા શુદ્ધ રાખી જૈન વિધિના મંત્ર બોલે તેમ થવું જોઈએ. આ પ્રસંગો જનસમૂહમાં થતા હોવાથી શુદ્ધિ જળવાતી નથી . આ વિધિ ગૃહસ્થાચારનો વિધિ છે. આ પ્રસંગના મંત્ર વક્તા શુદ્ધ હોય તો બોલી શકે છે. ૨. આ પુસ્તકમાં વર્ણવેલ લગ્નવિધિ, આચાર્ય વર્ધમાનસૂરિકૃત આચાર દિનકર' ગ્રંથના આધારે તૈયાર કરવામાં આવી છે. (સમય : વિક્રમ સંવત ૧૪૬૮, ઈ.સ. ૧૪૧૧.) જૈનવિધિનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તેવી ભાવનાપૂર્વક આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55