________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કન્યા પાસે રમાડવામાં આવે છે. એનો અર્થ એ છે કે જીવનમાં કોઈપણ વસ્તુ સહેલાઈથી, પુરુષાર્થ કર્યા વગર મળી જતી નથી અને પુરુષાર્થ દ્વારા કોઈપણ વસ્તુ મળ્યા વગર રહેતી નથી. લક્ષ્ય પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો અને સાર-દષ્ટિ કેળવવી. એ જ રીતે મીંઢળ છોડવું એટલે જિંદગીની ગાંઠ શાંતિથી, સ્વસ્થપણે છોડવી. - વિદાય વખતે ગાડીનું પૂજન કરી શ્રીફળ વધેરવામાં આવે છે તેનું કારણ એ છે કે હવેની અમારી જિંદગીનો પ્રવાસ શાંતિપૂર્ણ થાઓ. અમારો જીવનરથે પણ પરમ ધ્યેય સુધી અવિરત ગતિથી આગળ ધપતો રહે તેવો ભાવ.
માથે ઓઢવાનું મહત્ત્વ : જ્યારે કોઈ મંદિર, દેરાસર, મસ્જિદ, ગુરુદ્વારા કે અન્ય પવિત્ર ધર્મસ્થળ જઈએ અથવા વડીલોને પગે લાગીએ તે વખતે માથે ઓઢવું એમ કહેવામાં આવે છે. પણ શા માટે માથે ઓઢવાનું? તેનો સામાન્ય જવાબ છે -મર્યાદા. પણ જો ઊંડો વિચાર કરીએ તો આ બધા કોણ છે ? તીર્થસ્થળો અને વડીલો સાચા અર્થમાં શક્તિપીઠો છે. તેમની શક્તિ આપણી અંદર ઊતરી આવે તેવો ભાવ હોય છે. મેડિકલ સાયન્સ પ્રમાણે આપણા શરીરનો કર્તાહર્તા માનવીનું મન છે. શરીરને ધ્યાનમુદ્રામાં રાખવામાં આવે તો માથામાં શક્તિનો સંચાર થતો હોય તેવો અહેસાસ થાય છે. યોગની પ્રક્રિયામાં જે સહસ્રાર બિંદુ તરીકે ઓળખાય છે, તે પણ માથામાં આવેલું છે. કોઈ પણ ઊર્જાને ભીતરમાં પ્રવેશવા માટેનું દ્વાર મસ્તક છે. જો આપણે માથા ઉપર કપડું રાખીએ તો આપણી ભીતરની એનર્જી (રેકીના સિદ્ધાંત પ્રમાણે) અકબંધ રહે છે અને શક્તિસ્વરૂપ ભગવાન કે વડીલની સારી ઊર્જા આપણી અંદર પ્રવેશે છે અને પછીથી આપણા સમગ્ર શરીરમાં આશીર્વાદ રૂપે પ્રસરી જાય છે.
[
આ લખામ જ
For Private and Personal Use Only