________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'T TTT
ધર્મ, અર્થ અને કામમાં પત્નીને આગળ રાખવી. ત્યાગી દઈને ભોગવવાનું જે કહેવાયું છે તેનું એક રહસ્ય અહીં પણ જોવા મળે છે.
ચાર અથવા સાત ફેરા જ કેમ ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્ન વખતે ચાર ફેરા ફરવાનું રહસ્ય એ હોઈ શકે કે - જીવનને ચાર ભાગમાં વહેંચ્યું છે. ૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ, ૪. મોક્ષ. ચાર દિશા, ચાર ગતિ, ચાર ખૂણા છે. ૪નો અંક એ ચંદ્રનો અંક છે. ચંદ્ર મનનો કારક છે. પ્રેમને મન સાથે સંબંધ છે. મનને શરીર સાથે સંબંધ છે. શરીરમાં સિત્તેર ટકા પાણી હોય છે. તેથી તેને આ ક્રિયા સાથે સંબંધ છે. પાણી સાથે ચંદ્રને સંબંધ છે. જે નિષેધાત્મકતાને દૂર કરે છે. નવી શરૂઆત એ તેનો સ્વભાવ છે. લગ્ન એ વરકન્યાના દામ્પત્યજીવનનો નૂતન અને મંગલ પ્રારંભ કહેવાય છે. કેટલાક લોકો અહીં સાત ફેરાની પરંપરા રાખે છે. ચારના અંકની જેમ જ સાતનો અંક પણ જીવનની સ્થિરતા પ્રાપ્ત કરવાનો ગુણ ધરાવે છે.
ચાર/સાત ફેરાની ક્રિયા વખતે અગ્નિ, જળ, વાયુ, મંત્રરૂપી આકાશ અને પૃથ્વીત્તત્વનો ઉપયોગ થાય છે. આપણું શરીર પંચ મહાભૂત (તત્ત્વો)માંથી બનેલું છે. તેથી એ જ પંચતત્ત્વોની સાક્ષીએ આ વિધિ કરવામાં આવે છે. લગ્નસંસ્કાર પૂર્ણ કરી મોક્ષ તરફ ગતિ કરવી એટલે કે વ્યાપક બ્રહ્માંડમાં વિસ્તરવું.
ચોરીની આજુબાજુ ચારે દિશામાં માટલી મૂકવામાં આવે છે. જેમાં પાણી અને હળદર ભરવામાં આવે છે. તે જળત્તત્વ છે. અગ્નિ પ્રગટાવવામાં આવે છે તે અગ્નિત્તત્વ છે. પાન, ચોખા, ફૂલ એ પૃથ્વીતત્ત્વ છે. પૃથ્વી ઉપર જ ગોળી મૂકેલી હોય છે. તે પણ પૃથ્વીત્તત્વ છે. વાયુ તો સર્વત્ર હોય જ છે. જે મંત્રો ઉચ્ચારવામાં આવે છે. તે આકાશ અથવા તો બ્રહ્માંડમાં વિસ્તરે છે. અને આખરે આપણા સૂક્ષ્મ શરીરમાં પણ સમાઈ જાય છે. જે આપણા શરીરને તંદુરસ્ત અને નિરામય રાખે છે.
નમ્નસંસ્કાર – 48
For Private and Personal Use Only