________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે છે. ૦ થી ૯ ગુણમાં પાંચ એ મધ્યાંક છે. મધ્યાંક સ્થિરતાનો સૂચક અંક છે. સ્વર્ગ, પૃથ્વી, નરક તેમાં પૃથ્વી મધ્યમાં રહે છે. પાંચનો અંક એ પૃથ્વીત્તત્વ છે. તે પૃથ્વીને ધારણ કરે છે. આ અંક લાગણીપ્રધાન છે. તે ભારવહન કરવાની વિશિષ્ટ શક્તિ ધરાવતો હોવાથી સમાનતાભાવ લાવે છે. જવાબદારીનો ગુણ દૃઢ કરે છે.
આમ લગ્ન વિધિ એ સ્થિરતા માટેની વિધિ પણ ગણી શકાય છે. તેમાં લાગણી, જવાબદારી હોય જ છે.
આપણાં પાંચ શરીર છે.
આથી, આ પાંચ ત્તત્વોની હાજરીમાં કરવામાં આવતી વિધિ શરીરની તેમજ મનની શુદ્ધિ વધારવામાં સહાયક થાય છે.
પોંખણાની વિધિ પત્યા પછી સંપુટને ભાંગવાનો હોય છે. જેમાં વૈત એટલે કે જુદાપણું મટાડીને અદ્વૈત એટલે કે એક બનવા માટે, સંલગ્ન થવા માટે, દિલ અને મન એક થાય અને તેમાં આવતી બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને વર-કન્યા આગળ વધે તેવો ભાવ રહેલો છે. પછી કન્યા ફૂલના હારથી વરરાજાનું સ્વાગત કરે છે.
મંગળ ફેરા : મંગળ ફેરાની વિધિમાં ત્રણ ફેરા ફરતી વખતે કન્યા આગળ રહે છે અને પતિ તેની પાછળ દોરાય છે. એનો અર્થ એ કે ઘરના દરેક વ્યવહારમાં સ્ત્રીના ત્રણ મત રહેશે. ધર્મ, અર્થ અને કામ આ ત્રણમાં સ્ત્રીને અનુસરો. સ્ત્રીના મત મુજબ ચાલીને ઘરમાં ધર્મનું ધર્મનું પાલન કરો. સ્ત્રી લક્ષ્મીનું પ્રતીક છે. તો ઘરની લક્ષ્મી સ્ત્રીને સોંપો તો તે સચવાશે અને યોગ્ય માર્ગે વપરાશે.
ચોથી મંગળ ફેરામાં પુરુષ આગળ રહે છે અને સ્ત્રી પાછળ રહે છે. એનો અર્થ એ કે પુરુષે પહેલા ત્રણ પુરુષાર્થ સ્ત્રી થકી સાધવાના છે. તેમાં પત્નીને આગળ રાખવી તે જ યોગ્ય છે. ચોથો પુરુષાર્થ મોક્ષ છે. તે પુરુષ થકી સાધી શકાય છે, માટે તે આગળ છે. મોક્ષ માટે ત્યાગ અનિવાર્ય છે. ત્યાગ એટલે
આ છે કે
ફક
For Private and Personal Use Only