________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોડાયેલું છે. પૃથ્વીના ગુણો અનેક છે. પૃથ્વીની જેમ આપણે પણ જીવનમાં સહનશક્તિ કેળવી, ફળ-ફૂલ આપવાનો ધર્મ નિભાવવાનો છે. આસોપાલવ ખૂબ જ હકારાત્મક ઊર્જા આપે છે.
" વરઘોડો : વરઘોડાની પરંપરાની પાછળ રોમાંચક કારણ છે. ઘોડાને ઈન્દ્રિયો સ્વરૂપે કલ્પવામાં આવેલ છે. ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવવા માટે લગ્નના સંસ્કાર કરવામાં આવે છે. લગ્નજીવન એટલે અંકુશિત-સંયમિત જીવન. સંયમિત જીવન હંમેશાં પવિત્ર જ હોય. વળી વરઘોડા દ્વારા આપણા ઉત્સાહમાં આપણે સૌને સહભાગી પણ બનાવીએ છીએ. આપણી સારી બાબત અન્ય લોકો જાણે એનો આપણને રોમાંચ થાય જ ને !
- શમણ દીવડો : ‘રામણ એટલે આપત્તિ. આપત્તિ કોઈને ગમતી નથી. સૌકોઈ એનાથી દૂર રહેવાનું ઈચ્છે છે. લગ્ન પછીના જીવનમાં આવતનારી સંભવિત આપત્તિઓને બાળી નાખી સુખરૂપ પ્રકાશ પ્રાપ્ત થાય તેવી અભિલાષાનું પ્રતીક છે રામણદીવો. સાથેસાથે એ દીવડા દ્વારા દીકરીને સલાહ અપાય છે કે જે રીતે પિતાના ઘરને તેં અજવાળ્યું છે, તે રીતે શીલ અને સંસ્કારથી હવે તારા પતિના ઘરનેય અજવાળજે.
પોંખણાં : રવાઈ : પાંચ પોંખણાં પૈકી રવાઈ પહેલું પોંખણું છે. રવાઈ મથામણનું સાધન છે. રવાઈ વડે દહીંમાંથી માખણ કાઢવામાં આવે છે. એ જ રીતે જીવનમાં પણ સતત મંથન કરી, પ્રેમનું દોહન કરી જીવનને રસમય બનાવવાની પ્રેરણા નવદંપતીએ લેવાની છે.
રથની ધુંસરી : જિંદગી એ રથ છે. રથ ચલાવવા માટે પતિ-પત્ની રૂપી બે પૈડાંઓની જરૂર છે. જો જિંદગીનો રથ શીલ અને શિસ્ત થકી ચલાવવામાં
Tી
-
For Private and Personal Use Only