________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોખા : ચોખા સાત્ત્વિક ધાન્ય મનાય છે. તેનો રંગ સફેદ હોવાથી મનને શાંત કરે છે. ચોખા શુભ તરંગોને પોતાના તરફ આકર્ષવાનો વિશેષ ગુણ ધરાવે છે. ચોખાનું બીજ ધરૂ છે. એક વખત ડાંગરનો છોડ ઊગે પછી તેને ઉખેડીને બીજી જગાએ રોપવો તેને ધરૂ કહે છે. એ જ રીતે દીકરી પણ બાપને ઘેર ઉછરે છે અને પૂર્ણ થતાં – મોટી થતાં તેને સાસરે વળાવવામાં આવે છે. સાસરે જઈને ત્યાં તેનો વંશવેલો વધારવાનું નિમિત્ત બને છે. મંગળ ફેરામાં ચોખા ઉપયોગમાં લેવાય છે. ચોખા કન્યાના જીવનનું પ્રતીક છે. ચોખા પહેલા એક જમીનમાં ઊગે છે, છોડ રૂપે વૃદ્ધિ પામે છે. પછી ત્યાંથી મૂળ સહિત ઉખેડી તેને બીજી જગ્યાએ રોપવામાં આવે છે. જ્યાં એ વિકાસ પામે છે, ફૂલે-ફાલે છે. તે જ રીતે કન્યા પણ લગ્ન પછી બાપનું ઘર છોડીને સાસરે જાય છે. ત્યાં જ તેનું પછીનું જીવન વીતે છે. કન્યા-દીકરી પારકી થાપણ એ અર્થમાં ગણાય છે કે આખરે તો તે સાસરે જઈને જ સાચું જીવન પામે છે. ત્યાં જ તે પોતાનું સુખ પામે છે અને અન્યને પણ સુખી કરે છે. માટે લગ્નવિધિમાં કંકુ સાથે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવાય છે. અખંડ સૌભાગ્ય માટે આનો ઉપયોગ થાય છે.
સોપારી : સોપારીને લગભગ તમામ ધર્મોએ મંગલના પ્રતીક તરીકે સ્વીકારી છે. તેમાં મોહ ઉત્પન્ન કરવાનો ગુણ રહેલો છે.
પાન : પાનનો લીલો રંગ છે. તે કુદરતે આપેલી ભેટ છે. જ્યોતિષની દષ્ટિએ બુધ ગ્રહનો રંગ લીલો હોય છે. જે વેપારનો કર્તા છે. લગ્ન પછી પુરુષના વેપારમાં વૃદ્ધિ થાય તેવો સંદર્ભ તેમાં રહેલો છે.
વરમાળા : લગ્નવિધિ વખતે વર અને કન્યાને સૂતરનો એક જ હાર પહેરાવવામાં આવે છે. એક જ હાર દ્વારા બે હૈયાં જોડવાનો ઉપક્રમ છે. હવેથી વર અને કન્યા બે અલગ મટીને એક બને છે. બીજી રીતે કહીએ તો સુતરની વરમાળા અદ્વૈતનું પ્રતીક છે. સુતરનો તાંતણો કાચો હોય છે. સંભાળીએ નહીં તો તૂટી જાય છે. લગ્ન-બંધન પણ એ જ રીતે સાચવવાના છે.
કે
For Private and Personal Use Only