________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાપા : લગ્ન વખતે વર-કન્યાના હાથે કંકુના થાપા લગાવવાની પણ એક વિશેષ પરંપરા છે. કંકુ લાલ રંગનું હોય છે. લાલ રંગ ઊર્જાનો પ્રતીક છે. જેમ કે અગ્નિની જ્વાળા લાલ હોય છે, મંગળ ગ્રહ લાલ હોય છે. લાલ રંગના થાપાથી દીકરી પોતાની ઊર્જા-શક્તિ મૂકતી જાય છે. લક્ષ્મીનું સ્વરૂપ ગણાતી દીકરી સાસરે જાય ત્યારે બાપના ઘરને એ દ્વારા શુભેચ્છા પાઠવતી જાય છે કે હું ભલે આ ઘર છોડી રહી છું પરંતુ લક્ષ્મી અહીંથી જાય નહિ. જેમ ફિંગરપ્રિન્ટ પરથી વર્ષો જૂની કોઈ વાત જાણી શકાય છે, તેમ દીકરી મન, વચન, કાયા થકી પોતાના આશીર્વાદરૂપે થાપાનું ચિત કરતી જાય છે.
એક્યુપંકચર પદ્ધતિ મુજબ આપણી હથેળીમાં આવેલાં કેટલાંક ચક્રો ખૂબ અગત્યનાં છે અને તેમાંથી શક્તિની સાત રેખાઓ પસાર થાય છે તેમ માનવામાં આવે છે. આ સિવાય પણ શક્તિનાં અનેક કેન્દ્રો હથેળીમાં આવેલાં છે. વિદાય લેતી દીકરી આ શક્તિ પોતાનાં મા-બાપને ઊર્જારૂપે આપતી જાય છે.
મા-પાટલી માની મમતા અગાધ છે, અમાપ છે. માનો પ્રેમ સાગર સમાન છે. કન્યાવિદાય વખતે માતા પોતાની પુત્રીના જીવનનું માંગલ્ય ઈચ્છતી હોય છે. પુત્રીને ઘેર સદાય રિદ્ધિ-સિદ્ધિ હોય તેવી તેની પ્રાર્થના હોય છે. સાગરસમાન માતાના પ્રેમને ગાગર રૂપી માટલીમાં ભરવામાં આવે છે.
માની મમતાના પ્રતીકરૂપે પુત્રીને ઘેર લીલાલહેર રહે તેવા ભાવથી મંગળધાન્ય મગ, મેવા, ખારેક, લક્ષ્મી, લાડવા, સોપારી આપવા ઉપરાંત લીલું કપડું પહેરાવવામાં આવે છે. તેની ઉપર શ્રીફળ મુકાય છે.
એકીબેડી - કન્યાવિદાય એકી-બેકીની રમત એ પણ લગ્નવિધિનું એક રોમાંચક છતાં અર્થપૂર્ણ અંગ છે. રંગીન પાણીમાં રૂપિયાનો સિક્કો નાખીને તેને શોધવાની રમત વર
For Private and Personal Use Only