Book Title: Jain Lagna Sanskar
Author(s): Jaksha Sunil Shah
Publisher: Jain Shravika Seva Samsthan

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોત્ર: ગોત્ર એટલે પૂર્વના ઋષિ-મુનિઓએ હસ્ત વગેરે ખાસિયતો જોઈ પોતાની સાધના શક્તિથી સિંચિત કરી સ્થાપેલો સમાજનો એક વર્ગ. તેની સાથે રક્તશુદ્ધિને ખાસ સંબંધ છે. ભાવિ સંતતિના આરોગ્ય, તેજસ્વિતા વગેરે પર અવળી અસર ન પડે તે માટે એક ગોત્રમાં લગ્ન કરવાની ના કહેવામાં આવે છે. ગુહર્ત : કુદરતનાં સર્વ પરિબળોમાં કાળ એ અપેક્ષાએ સૌથી મોટું પરિબળ છે. કાર્યની સિદ્ધિ માટે મૂહુર્ત જોવાનું એક કારણ એ છે કે તે કન્યા અને વરના દોષોને દૂર કરે છે. જીવનમાં શાંતિ, સુખ, કામ વધે તે માટે કરવામાં આવતી ક્રિયામાં બ્રહ્માંડનો સહયોગ મેળવવામાં આવે છે. - વિવાહ : સ્ત્રી-પુરૂષના પવિત્ર જોડાણથી સંસારનો ક્રમ ચાલે છે. બંનેને પરસ્પરનો સંગાથ હૂંફ અને જીવનની સાત્ત્વિક શક્તિ આપે છે. પશુ-પંખીઓમાં નરમાદા વચ્ચે માત્ર કુદરતી અને સહજ જોડાણ હોય છે, જ્યારે માનવસમાજમાં એની પાછળ જવાબદારીપૂર્વકની વ્યવસ્થા ઉમેરાયેલી છે. વિવાહ એટલે વિશેષ પ્રકારે વહન કરવું, લઈ જવું. કન્યાને પત્ની બનાવી જવાબદારી લેવી. વિવાહ એટલે દ્વૈતમાંથી અદ્વૈત તરફની પ્રસન્ન યાત્રા. સ્ત્રી અને પુરુષ પરસ્પરનાં પૂરક બને, પોષક બને અને તેમનાં સંતાનોના વિકાસમાં પણ તે નિમિત્ત બને તેવા હેતુથી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તેમાં કેટલીક પ્રતીકાત્મક ચીજ-વસ્તુઓ ઉપયોગમાં લેવાની પરંપરા છે. ગણેશ-માટલી ? આ રિવાજ મૂળ પાંચ ત્તત્વો પરથી બન્યો હોય તેવું લાગે છે. તેમાં પ્રથમ તત્ત્વ પૃથ્વી છે. પૃથ્વી એટલે કે માટી.માનવીના જીવન સાથે માટી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55