________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધિતી આવશ્યકતા : વિવાહ દ્વારા એવી દષ્ટિ નિર્માણ થાય જેનાથી પતિ-પત્ની સિવાયની દરેક વિજાતીય વ્યક્તિ માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી સમાન લાગે.
સહજીવન એ સહજ વૃત્તિ છે. વિજાતીય આકર્ષણ સહજીવન નિર્માણિકા છે. વિવાહ દ્વારા વિજાતીય આકર્ષણને બુદ્ધિપૂર્વક નિયંત્રિત કરવામાં આવે છે. આનાથી આત્મવિકાસ તથા વર્તમાન તેમજ આવતા - બંને જન્મોના ઉત્કર્ષ માટે અત્યંત જરૂરી એવું તથા સફળ પુણ્યોને જન્મ આપનારી પ્રશસ્તશુભ ચિત્તના સર્જનને બળ મળે છે. લગ્નના સંસ્કાર પછી વ્યક્તિનું સામાજિક જીવન શરૂ થાય છે.
સંસ્કાર : માણસનું મન શક્તિશાળી, પ્રગમનશીલ, ભાવવાહી બને તેમજ બુદ્ધિ સતેજ બને તે માટે આપણા ઋષિ-મુનિઓએ સંસ્કારની પ્રક્રિયા આપી છે.
સંસ્કાર એટલે સારું કરવું. કોઈ એક વસ્તુ કે વ્યક્તિને કોઈક કામ માટે યોગ્ય બનાવવી. તેમાં રહેલા દોષ દૂર કરવા અને ગુણોનું નિર્માણ કરવું.
- જેમ કે ચોખા સીધા જ ખાઈ શકાતા નથી. પરંતુ, તેની ઉપર સંસ્કાર કરવામાં આવે અર્થાત્ રાંધવામાં આવે તો તેનો કઠણપણાનો દોષ દૂર થાય અને સરળતાથી પચવાનો ગુણ નિર્માણ થાય. સંસ્કારથી સંયમ આવે છે. સંયમ એ માનવ, દાનવ અને પશુ વચ્ચેની ભેદરેખા છે.
જે રીતે આભમંડળમાં સાત રંગ જોવા મળે છે અને તે આપણા સૂક્ષ્મ શરીરગત સાત ચક્રો સાથે સંબંધિત છે. તે રીતે હવામાં રહેલાં સૂક્ષ્મ સંયોજક શક્તિ ક્ષેત્રોની ગતિ પ્રકાશની ગતિ કરતાં પણ વધુ છે. જે સંસ્કાર એટલે કે મંત્રો દ્વારા વિધિપૂર્વક આપણા શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. આપણામાં વીજ ચુંબકીય શક્તિ-ક્ષેત્ર હોય છે. જેને આભમંડળ, સૂક્ષ્મ શરીર કે તેજસ કહે છે. તે સ્વયં જૈવિક વીજ-ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે.
.
વાત
For Private and Personal Use Only