Book Title: Jain Lagna Sanskar
Author(s): Jaksha Sunil Shah
Publisher: Jain Shravika Seva Samsthan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- હું સ્વયં સુખી, પ્રસન્ન અને સ્વસ્થ હોવા છતાંયે સમાન રુચિ ધ્યેય અને સંસ્કારયુક્ત જીવનસાથી સાથે જોડાઈને જીવનને વધારે સમૃદ્ધ અને સંવાદમય બનાવવાની કામના સાથે હું....... તથા......... લગ્નબંધનથી જોડાઈએ છીએ. અમે બંને પ્રતિજ્ઞા કરીએ છીએ કે -
૧. અમે પરમાત્મા જિનેશ્વરના ધર્મશાસનને સમર્પિત રહીને યથાશક્તિ મન-વચન-કર્મથી ધર્મ-સંસ્કારમય જીવન વીતાવીશું.
૨. અમે પરસ્પર પૂર્ણ આદર-સન્માન અને સ્નેહસભર વ્યવહાર કરીશું.
૩. અમે એકબીજાના પરિવારના તમામ સભ્યો-સ્વજનો સાથે માન, આદર અને ઔચિત્યપૂર્ણ અને પ્રેમ-લાગણીભર્યો વ્યવહાર કરીશું.
૪. અમે એકબીજા પ્રત્યે વહેમ, શંકા કે અપમાનયુક્ત વ્યવહાર કદીય નહીં કરીએ.
૫. અમે બંને અમારા વૈચારિક કે વ્યાવહારિક તેમજ અન્ય કોઈપણ મતભેદોને વાદવિવાદનું રૂપ નહિ આપીએ તથા આપસમાં જ હકારાત્મક સમજણ સાથે તેવા મતભેદો મિટાવી અમારી સમજને હજી ઊંચા સ્તરે લઈ જવાના સંનિષ્ઠ પ્રયત્નો કરીશું.
૬. અમે બંને દુર્ભાવના થકી કે ભાવાવેશમાં પરસ્પરની ભૂલો, નબળાઈઓ કે ખામીઓને કોઈનીય આગળ ક્યારેય વ્યક્ત નહીં કરીએ. બલ્ક પરસ્પરના ગુણોના ખુલ્લા દિલથી પ્રસંશક રહીશું. ૭. અમે આજીવન પરસ્પરનાં પૂરક બનીને જીવીશું.
(૩૪) ગ્રંથિનોચા (છેડા-છેડી છોડવાં) નીચેના મંત્રચ્ચારપૂર્વક ગુરુ સાસુ પાસે વર-વધૂને છેડાછેડી છોડાવે છે. ગ્રંથિમોચન મંત્ર :
पूर्व युगादि भगवान् विधिनैव येन ॥ विश्वस्य कार्यकृतये किल पर्यणैषित् ।। भार्याद्वयं तदमुना विधिनास्तु युग्मम् ।
કકસ
For Private and Personal Use Only

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55