________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) ગ્રંથિબંધના વરના ખેસના છેડે સોપારી તથા ચાંદીનો સિક્કો બાંધવામાં આવેલાં હોય છે. તે છેડાને કન્યાના ઘરચોળાના છેડા સાથે કન્યાની માતા બાંધે છે.
अस्मिन जन्मन्येष बंधोईयोर्वे कामे धर्मे वा गृहस्थस्वभाजि । योगो जात: पंच देवाग्निसाक्षी
जाया पत्योरंचलग्रंथिबंधात् ।। પ્રારંભમાં ત્રણ ફેરા ફરતી વખતે કન્યા આગળ તથા વર પાછળ ચાલે છે. વર-વધૂ મંત્રોચ્ચાર વખતે સ્વાહા સાથે અક્ષતાંજલિ આપે છે. આ શુભ અવસરે ઉપસ્થિત સ્વજનો પણ બંનેને અક્ષતના દાણાથી વધાવે છે.
(૨૮) કેરા-૧, ફેરા-૨ અગ્નિની પ્રદક્ષિણા કરતી વખતે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેમાં આઠ કર્મોના નામોલ્લેખપૂર્વક વિશેષરૂપે મોહનીય કર્મ અને તેના પ્રકારો બતાવીને નવદંપતી પરસ્પરનું અનુસરણ કરતાં પોતાના રાગદ્વેષ, મોહ, ઈચ્છા, આકાંક્ષા વગેરેને સીમિત કરવાની સાથે આત્માને ઉન્નત બનાવતાવીતરાગ-પ્રણીત મોક્ષમાર્ગે ગતિમાન રહેવાની મંગલ કામના કરવામાં આવે છે. ખરેખર તો જીવ સાથે રહેલા કષાયો તથા મુખ્યત્વે મોહનીય તથા વેદનીય કર્મોના અશુભ પક્ષને બદલે શુભ પક્ષ જ વર-વધૂને રહે એવી ભાવના કરવામાં આવે છે. તથા સિદ્ધ ભગવંતોથી માંડી જ્ઞાતિજનોની પ્રત્યક્ષ સાક્ષીમાં આ સંબંધ સુસંબંધ થાવ એવી ભાવના પણ કરવામાં આવે છે.
પહેલી પ્રદક્ષિણાનો મંત્ર:
ॐ अहँ अनादिविश्वमनादिरात्मा अनादिकालः अनादिकर्म अनादिसंबंध देहिनां देहानुमतानुगतानां क्रोधोऽहंकारछद्मलोभैः संज्वलन प्रत्याख्यानावरणऽप्रत्याख्यानानंतानुबंधिभिः शब्दरूपरसगंधस्पर्शच्छा-निच्छापरिसंकलितैः संबंधोऽनुबंधः प्रतिबंधः संयोगः सुगमः सुकृतः स्वनुष्ठितः सुनिवृतः सुप्राप्तः सुलब्धो
For Private and Personal Use Only