Book Title: Jain Lagna Sanskar
Author(s): Jaksha Sunil Shah
Publisher: Jain Shravika Seva Samsthan

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે આપણા સૌના માથે જિન શાસન, જૈન સમાજની પ્રાચીન ભવ્યતા અને પ્રણાલિકાઓને આગળ ધપાવવાની અને સાચવવાની મહત્ત્વની જવાબદારી છે. આ માટે સૌથી મોટી આવશ્યકતા અનેકવિધ ક્ષેત્રોમાં સંગઠિત બનીને નક્કર અને ચિરસ્થાયી કાર્ય કરવાની છે અને જૈન એકતાને દઢ કરવાની છે. ઉદ્દેશો: ૧. સમાજના વિવિધ સ્તરે જૈન સિદ્ધાંતો, ફિલોસોફી અને સંસ્કૃતિનું જ્ઞાન તથા અભ્યાસ વધે અને ધર્મના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કર્યા વિના પણ પૂરક બને તેમ સામાજિક અને અનુકંપાનાં કાર્યોમાં જૈનોનું યોગદાન અસરકારક બને તે માટે ગુજરાતવ્યાપી એક કેન્દ્રીય સંગઠન ઊભું કરવું, વિસ્તારવું તેમજ સમાજના વિવિધ વર્ગો અને સંપ્રદાયો વચ્ચે પરસ્પર સંપ, સહયોગ, સહકાર અને સહિષ્ણુતાની ભાવના કેળવવી. ૨. સાધર્મિક ભાઈઓ તેમજ સમાજના અન્ય લોકો માટે સહાયરૂપ થવું અને તે માટે કેળવણી, સ્વાથ્ય અને આજીવિકા વગેરેની સગવડો ઊભી કરવામાં મદદરૂપ થવું. ૩. કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓમાં તમામ લોકોને ધર્મ, જાતિ કે કોમના ભેદભાવ વિના મદદ કરવી તેમજ અન્ય જીવોના બચાવની કામગીરીમાં પણ મદદરૂપ થવું. ૪. જૈન સમાજનાં હિતોના રક્ષણ માટે જરૂરી અભિપ્રાય ઊભો કરવો અને તેના નિરાકરણ માટે સંગઠિત રજૂઆત કરવી, - પ. વિશ્વકલ્યાણ માટે તેમજ જૈન સમાજના ઉત્થાન | અભ્યદય માટે કાર્ય કરવું. ૬, જિનેશ્વર ભગવંતોએ સૂચવેલ ધર્મ ભાવના અને સંસ્કારિતાનો ફેલાવો થાય અને સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ થાય તેવી પ્રવૃત્તિ કરવી. ૭. જૈન સંસ્થાનના નેજા નીચે કાર્ય કરતાં જુદાં-જુદાં સભ્ય સંગઠનો (શાખાઓ)ને માર્ગદર્શન આપવું, તેમનાં કાર્યોનું સંકલન | સમન્વય કરવું અને શક્ય તમામ સહકાર | પ્રોત્સાહન આપવાં. આ માટે જૈન સંસ્થાન વખતો-વખત સર્વગ્રાહી નીતિ ઘડી કાઢશે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55