________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ramdhuni
શ્રીમતી જક્ષાબહેન શાહના વરદ-હસ્તે લખાયેલ પુસ્તિકા ‘જૈન લગ્નસંસ્કાર’ જૈન સમાજ માટે એક અદ્વિતીય નજરાણું બની રહેશે તેવો મારો વિશ્વાસ છે. આ પુસ્તિકામાં લેખિકાશ્રીએ અલગ અલગ ગ્રંથોમાંથી તારણ કાઢીને જૈન દૃષ્ટિએ લગ્નવિધિની સમજૂતી આપી છે તથા તેમાં ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક તથા આયુર્વેદિક ચીજ-વસ્તુઓનો અદ્ભુત સમન્વય સાધવામાં આવ્યો છે. આ પુસ્તિકા તેના ઉદ્દેશમાં સફળતાને વરે તેવી મારી શુભેચ્છા સાથે
- શ્રીમતી શારદાબહેન યુ. મહેતા
(ટ્રસ્ટી / ચે૨પ૨સન,શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન)
લગ્ન એક પવિત્ર બંધન છે અને આ પવિત્ર બંધનની વિધિ વ્યક્તિનાં પોતાનાં સંસ્કાર, સંસ્કૃતિ અને તેને અનુરૂપ શુભ પદાર્થોથી થાય તો તે વધુ મહેકી ઊઠે. જૈન શાસ્ત્રોક્ત લગ્નવિધિ માટેની કેટલીક પુસ્તિકાઓ પ્રાપ્ય છે, પરંતુ આ પુસ્તિકામાં સરળ અને ભાવવાહી અભિવ્યક્તિ કરીને શ્રીમતી જક્ષાબહેને પ્રથમ જ વખત અનુમોદનીય અને આવકારદાયક કાર્ય સંપન્ન કર્યું છે. જૈન પરિવાર તેમનાં સંતાનોની લગ્નવિધિ આ પુસ્તિકામાં નિરૂપિત જૈન લગ્નવિધિ મુજબ કરે તેવો મારો અનુરોધ છે. તેમ થવાથી સંસ્કૃતિ મુજબ જ આ પવિત્ર બંધનથી જોડાવાનો અનેરો આનંદ થશે.ઉપરાંત આપણી વીસરાતી વિરાસત નવપલ્લવિત થશે અને લેખિકાના સુંદર પુરુષાર્થને પ્રોત્સાહન પણ મળશે, એવો મારો વિશ્વાસ છે.
શ્રીમતી જક્ષાબહેનને આ અનન્ય પ્રયાસ બદલ હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવું છું.
- ફાલ્ગુની ભદ્રેશ શાહ (ટ્રસ્ટી-સેક્રેટરી, શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન)
નગ્નતાર =16
For Private and Personal Use Only