________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ઉદેશોઃ
૧. સામાજિક સેવા : શ્રી પરમાત્માએ બતાવેલ આચારયુક્ત ગૃહસ્થ ધર્મમાં જીવોનો પ્રવેશ સુગમ બનાવવા યોગ્ય પાત્રની પસંદગીના પ્રયાસ કરવા. સમૂહ લગ્નનું આયોજન કરવું અને વધારે જૈન પરિવારો તેમાં જોડાય તેવું વાતાવરણ ઊભું કરવું જેથી અનાવશ્યક ખર્ચાઓ અટકે. પરોપકારયુક્ત આર્ય મર્યાદાને મજબૂત બનાવી શકે તેવાં સમાજ-વિકાસનાં કાર્યો કરવાં. જીવન જરૂરિયાતવાળા પરિવારોને સહાય કરવી.
૨. શેક્ષણિક: જૈન તેમજ જૈનેતર કન્યાઓ આર્ય મર્યાદાયુક્ત વધારે અભ્યાસ કરી શકે અને મહાપુરુષોએ બતાવેલ ઉત્તમ કોટિનું જીવન જીવી શકે તેવા શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું તેમજ જરૂરિયાતમંદ પરિવારોની બહેનોને ઉચિત રોજગારી માટે સક્ષમ બનાવવા પ્રયત્ન કરવા. પાઠશાળા તથા બહેનોના ધામિર્ક અભ્યાસના વર્ગોમાં સેવા આપવી.
૩. મેડિકલ સેવાઓ : ડ્રગ બેંક શરૂ કરવી અને જરૂરિયાતવાળા જૈન પરિવારોને તથા યથાશક્ય સૌ કોઈને નિશુલ્ક કે રાહત દરે દવાઓ આપવી. હોસ્પિટલમાં દાખલ થયેલ જૈન પરિવારોને મદદરૂપ થવું તેમજ અહિંસક ચિકિત્સા પદ્ધતિને વિશેષ પ્રોત્સાહન આપવું.
૪. માનવતા અને અનુકંપા | જીવદયાના કાર્યો : વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, અપંગસેવા, જીવદયા, દીન દુઃખીયા ની અનુકંપા, પર્યાવરણરક્ષાના કાર્યમાં પ્રવૃત્ત સંસ્થાઓને મદદરૂપ થવું અને કુદરતી આપત્તિઓમાં જીવમાત્રને સહાયરૂપ થવું.
૫. ધાર્મિક જૈન ફિલોસોફીના આચાર-વિચાર મુજબ જીવન જિવાય તેવું માર્ગદર્શન આપવું તથા સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવી. શ્રી પરમાત્માએ ચિંધેલ માર્ગ પર ચાલનાર તમામ જૈન પરિવાર એક છત્ર નીચે ભેગા મળે અને સંગઠિત બની ધર્મની ગરિમા વધારે તેવા કાર્યને ઉત્તેજન આપવું.
(
)
For Private and Personal Use Only