Book Title: Jain Lagna Sanskar Author(s): Jaksha Sunil Shah Publisher: Jain Shravika Seva Samsthan View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના પ્રત્યેક પરંપરાને આગવો સંદર્ભ અને તેનો આગવો ઇતિહાસ હોય છે. કોઈ પણ પરંપરા કારણ વગરની કે હેતુ વગરની હોતી નથી. માણસના જન્મથી મૃત્યુપર્યંતની યાત્રામાં આવતા અનેક પ્રસંગોમાં દરેક સમાજની પોતપોતાની આગવી પરંપરાઓ હોય છે. એ પરંપરામાં સમાજ-સમાજે વૈવિધ્ય જોવા મળે છે. તેની પાછળ ક્યારેક ભૌગોલિક સંદર્ભ હોય છે, ક્યારેક ઐતિહાસિક સંદર્ભ હોય છે તો ક્યારેક માનવીય સમાજની અનોખી ગરિમા હોય છે. ભલે પછી તે જન્મપ્રસંગ હોય, લગ્નપ્રસંગ હોય, નવા ગૃહપ્રવેશનો પ્રસંગ હોય, મૃત્યુનો પ્રસંગ હોય કે અન્ય કોઈપણ પ્રસંગ હોય.... | મારા મનમાં ઘણા સમયથી એવો વિચાર ચાલતો હતો કે આપણે પેઢી દર પેઢીથી ચાલી આવતી કેટલીક પરંપરાઓ નિભાવીએ તો છીએ, પરંતુ આપણને તથા આપણાં સંતાનોને એ પરંપરા પાછળનાં રહસ્યોનું અને તેના સિદ્ધાંતોનું થોડું ઘણું જ્ઞાન તથા તેની સાચી સમજ હોય તો પ્રત્યેક પ્રસંગ, શુદ્ધ શ્રદ્ધા-ભાવ સાથે વિધિસર કરી શકાય. એ વાત તો મનમાં દઢ હતી જ કે દરેક પ્રસંગે કરાતી વિધિનું તથા તેમાં વપરાતી ખાસ ચીજ-વસ્તુઓનું પોતાનું એક અદકેરું મૂલ્ય અને મહત્ત્વ છે જ છે. અહીં આપણે માત્ર લગ્નપ્રસંગની વિવિધ પરંપરાઓ વિશે વાત કરવાનો ઉપક્રમ રાખીશું. લગ્નવિધિમાં ચોખા કેમ ? પોંખણાં કેમ ? પીઠી કેમ? વરમાળા કેમ? અગ્નિ કેમ? મીંઢળ કેમ? આ બધા પ્રશ્નો મારા મનમાં ઘણા સમયથી ઊઠતા હતા. તેનું નિરાકરણ હું શોધતી હતી. સહજ જિજ્ઞાસાથી ઘણા લોકોને હું તે અંગે જન લગ્નસંસ્કાર u ૩ For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 55