________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪.
કથાસાગર
ભૂમિની નજીક સિંહનિષદ્યા નામને પ્રાસાદ કરાવ્યું અને તેમાં ૨૪ તીર્થકર ભગવાનની તેમના દેહ પ્રમાણવાળી રત્નમય પ્રતિમા સાથે નવાણું ભાઈઓની પણ પ્રતિમા સ્થાપિત કરી. પ્રાસાદની બહાર નવાણું બાંધવ મુનિઓને યશસમૂહ હોય તેવા નવાણું સ્તુપ પણ ભરતેશ્વરે કરાવ્યા.
ભરત ચક્રવર્તી બદ્ધિશાળી હતા, તે સારી રીતે સમજતા હતા કે હવે પછીને કાળ પડતે આવે છે. રત્નથી લલચાઈ રખે કેઈ આશાતના ન કરે. અને સૌ કોઈ માટે આ સ્થાન સુગમ ન બને માટે દંડરન વડે તે પર્વતના આઠ પગથાર સિવાય બધે માર્ગ સર કર્યો. આ આઠ પગથારથી આ પર્વત અષ્ટાપદને નામે પ્રસિદ્ધિ પામ્યો. - ભરત ચકી પ્રસાદ અને તેની પ્રતિષ્ઠા કર્યા બાદ ભારે મને અયોધ્યામાં આવ્યા.
પિતા અને ભાઈઓના નિર્વાણ બાદ ભરત ચકવતિને ચેન ન પડ્યું. તેને તેની અદ્ધિ સમૃદ્ધિ અને વૈભવ અકારે લાગે તે પોતાના નવાણું ભાઈઓને કૃત ધન્ય માનવા લાગ્યા અને પિતાની જાતને પામર ગણવા લાગ્યા.
પ્રધાનેએ ભરતેશ્વરને વિનવ્યું “મહારાજા ! શા માટે શેક કરે છે? ભગવાન અને તમારા બાંધે જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થાન પામ્યા છે. આપ ગમે તેટલું રાજ્ય ઉપરથી મન અળગું કરે પણ આ રાજ્યધુરા સંભાળે તે અત્યારે કેઈ નથી કેમકે તમારા ભાઈઓ અને રાજ્યધુરા વહન કરે તે સર્વે એ દીક્ષા લીધી છે, રાજકુમાર આદિત્યયશા હજી બાળક છે. આપ ચિત્તમાંથી ઉઠેગ દૂર કરો અને રાજ્ય કાર્યમાં ચિત્ત પરે.
For Private And Personal Use Only