________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૨ હું કેમ નમું?
યાને બાહુબલિ
(૧) ભગવાન રાષભદેવને સો પુત્ર હતા. તેમાં ભારત અને બાહુબલિ મુખ્ય હતા. ભગવાને અધ્યાનું રાજ્ય ભરતને અને બહલી દેશનું રાજ્ય બાહુબલિને આપ્યું અને બીજા અઠ્ઠાણું પુત્રને જુદાં જુદાં રાજ્ય આપી ભગવાને દીક્ષા લીધી.
દીક્ષા બાદ એકવખત ભગવાન બહલી દેશના સીમાડે . આવ્યા અને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે રાતે બાહુબલિને ખબર આપી કે “રાષભદેવ ભગવાન ઉદ્યાનમાં પધાર્યા છે. અને કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા છે.'
બાહુબલિએ ચતુરંગી સેના તૈયાર કરી તક્ષશિલા નગરીના ઘરેઘરે તેરણથી શણગાય અને ભવ્ય મહત્સવ પૂર્વક ભગવાનને વંદન કરવા સવાર થતાં નીકળ્યો ત્યાં ખબર પડી કે ભગવાન તે કાઉસ્સગ પારી વહેલા વિહાર કરી ગયા છે.
બાહુબલિને ભગવાનનાં દર્શન ન થતાં પારાવાર પશ્ચાતાપ થયો અને તે બેલી ઉઠયે “ભગવંત જેવા ભગવંત મારે આંગણે પધાર્યા છતાં હું કમભાગી દર્શન ન પામી શકે. ભગવંતને આવેલા સાંભળ્યા છતાં હું મારે મહેલે પિઢ. અત્યારે સુંદર પ્રભાત છે છતાં મારે તે અપ્રભાતજ રહ્યું.”
For Private And Personal Use Only