________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
બાહુબલિ આમ છતાં પણ પરિવાર સાથે ઉદ્યાનમાં ગયે અને જ્યાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં ભગવાનના પગની રેખાને ભગવાનનું પ્રતીક માની પૂજા કરી. અને ત્યાં મહોત્સવ કરી હજાર આરાવાળું ધર્મચક પ્રતિષ્ઠિત કર્યું.
(૨) ભરતચકીએ છ ખંડ સાધ્યા બાદ પોતાના અઠ્ઠાણું ભાઈઓને આજ્ઞા પળાવવા કહેણ મોકલ્યું. અઠ્ઠાણું ભાઈઓ ભેગા થયા અને ભગવંત પાસે જઈ કહેવા લાગ્યા “ભગવંત ! આપે ભરતને સૌ કરતાં મેટું અધ્યાનું રાજ્ય આપ્યું છે છતાં તે આજે લેભી બની અમારા ઉપર આજ્ઞા પાળવાનું કહેણ મોકલે છે. આપે આપેલા રાજ્યથી અમે સંતોષી છીએ અમારે ભારતનું કાંઈ જોઈતું નથી છતાં ભારત અમારું પડાવી લેવા માગે છે તે અમારે શું કરવું ?”
ભગવાન બોલ્યા“લક્ષમી ચંચળ છે અને જીવન પણ ચંચળ છે. આ રાજ્ય કેઈ પાસે સ્થિર રહેવાનું નથી. એક પછી એક બીજાને જવાનું છે તે નિશ્ચિત છે. તો ડાહ્યા માણસનું કર્તવ્ય છે કે જે આપણને છેડી જાય તે કરતાં આપણે જ તેને કેમ ન છેડવું. રાજ્યલક્ષમી એ નરકે લઈ જનારી છે. આવી રાજ્ય લક્ષ્મી સંસારમાં તમે ઘણીવાર મેળવી છે છતાં કાંઈ હિત સયું નથી. કરવા જેવું તો એ છે કે આ પરિમિત જીવનમાં કાંઈ આમાનું કલ્યાણ થાય તે કરી લેવું.”
આ ભદ્રિક અઠ્ઠાણું પુત્રએ ત્યાંને ત્યાં ભગવંત પાસે દીક્ષા લીધી. આ સમાચાર ભરત મહારાજાએ સાંભળ્યા એટલે તે દીલગીર થયા. તેમણે કહ્યું કે મારે તેમનું રાજય પડાવી
For Private And Personal Use Only