________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા સાગર
ભાગ ૩
૧૦૧
આરિસાભવનમાં કેવળજ્ઞાન
યાને
ભરત ચક્રવતિ (૧)
બહુ જુના વખતને આ પ્રસંગ છે. જ્યારે દુનીયામાં માગ્યા મેઘ વરસતા હતા. દુઃખ શેક અને ભયની લાગણી ન હતી. કોઇને કોઈનું પડાવી લેવાની બુદ્ધિ ન હતી. સૌ સતાષી હતા તે તીજા આરાના અંત અને ચાથા આરાની શરૂઆતની આ વાત છે. જયારે માણુસેના આયુષ્ય બહુ મોટાં હતાં અને માણસાની કાયા પણ બહુ ઉંચી હતી.
પશુ પંખી અને ખીજા પ્રકારના જીવાને જીવવા બહુજ એાછી ચિંતા કરવી પડે છે. તેવીરીતે તે કાલે માનવા કુદરત પાસેથી રહેવા ઘર માગી લેતા. ભાજન પણ કલ્પવૃક્ષ પાસેથી માગતા અને જરૂર પડે તેવી બધી ચીજો કલ્પવૃક્ષે તેમને આપતાં. પણ આ અવસર્પિણી કાળ. એ તા ઘટતા કાળ. જેમ જેમ વખત ગયા તેમ તેમ કલ્પવૃક્ષના પ્રભાવ આ થવા માંડયા. માગે ત્યારે કલ્પવૃક્ષા આહાર આપવા ન માંડયા આથી માણુસમાં ચિંતા પેઠી સાથે ચાનક લાગી અને તેણે
For Private And Personal Use Only