________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૩૯ દષ્ટિનો વિશેષ ઉપયોગ કર્યો છે. હરિભદ્ર પછી શીલાંકસૂરિએ સંસ્કૃત ટીકાઓ લખી છે. તેમનો કાલ દસમી શતાબ્દી છે. તેમના પછી ટીકાકાર શાત્યાચાર્ય થયા. તેમણે ઉત્તરાધ્યયન ઉપર બૃહત ટીકા લખી. તેમના પછી પ્રસિદ્ધ ટીકાકાર અભયદેવ થયા. તેમણે નવ અંગો ઉપર ટીકાઓ લખી. તેમનો સમય વિ.સં. ૧૦૮૮થી ૧૧૩૫ સુધીનો છે. આ જ સમયે માલધારી હેમચન્દ્ર પણ થયા. તેમણે વિશેષાવશ્યકભાષ્ય ઉપર વૃત્તિ લખી. આગમો ઉપર સંસ્કૃત ટીકાઓ લખનારાઓમાં મલયગિરિનું વિશેષ સ્થાન છે. તેમની ટીકાઓ દાર્શનિક ચર્ચાયુક્ત સુંદર ભાષામાં છે. પ્રત્યેક વિષય પર સુસ્પષ્ટ રીતે લખવામાં તેમને સારી સફળતા મળી છે. તે બારમી શતાબ્દીના વિદ્વાન હતા.
આગમોની સંસ્કૃત વ્યાખ્યાઓની બહુલતા હોવા છતાં પણ પછીના આચાર્યોએ જનહિતની દષ્ટિએ લોકભાષાઓમાં પણ વ્યાખ્યાઓ લખવી આવશ્યક સમજી. પરિણામે તત્કાલીન અપભ્રંશ અર્થાત પ્રાચીન ગુજરાતીમાં કેટલાક આચાર્યોએ સરલ અને સુબોધ બાલાવબોધો લખ્યા. આ જાતના બાલાવબોધો લખનારાઓમાં વિક્રમની સોળમી શતાબ્દીમાં વિદ્યમાન પાર્શ્વચન્દ્રગણિ અને અઢારમી શતાબ્દીમાં વિદ્યમાન લોંકાગચ્છીય મુનિ ધર્મસિંહનાં નામો વિશેષ ઉલ્લેખનીય છે. મુનિ ધર્મસિંહે ૨૭ આગમો પર બાલાવબોધ - ટબા લખ્યા છે. હિન્દી વ્યાખ્યાઓમાં મુનિ હસ્તિમલકત દશવૈકાલિકસૌભાગ્યચન્દ્રિકા અને નન્દીસૂત્રભાષાટીકા; ઉપાધ્યાય આત્મારામકૃત દશાશ્રુતસ્કન્ધગણપતિગુણપ્રકાશિકા, દશવૈકાલિકઆત્મજ્ઞાનપ્રકાશિકા અને ઉત્તરાધ્યયનઆત્મજ્ઞાનપ્રકાશિકા; ઉપાધ્યાય અમરમુનિકૃત આવશ્યકવિવેચન (શ્રમણ સૂત્ર) આદિ ઉલ્લેખનીય છે. કર્મપ્રાભૃત અને કષાયપ્રાભૃત
શ્વેતામ્બર સંપ્રદાયમાં આચારાંગ વગેરે ગ્રન્થ આગમતરીકે માન્ય છે જ્યારે દિગમ્બર સંપ્રદાયમાં કર્મપ્રાભૃત અને કષાયપ્રાભૃતને આગમ માનવામાં આવે છે. કર્મકાભૂતને મહાકર્મપ્રકૃતિપ્રાભૃત, આગમસિદ્ધાન્ત, પખંડાગમ, પરમાગમ, ખંડસિદ્ધાન્ત, ષખંડસિદ્ધાન્ત આદિ નામોથી ઓળખવામાં આવે છે. કર્મવિષયક નિરૂપણના કારણે તેને કર્મપ્રાભૃત અથવા મહાકર્મપ્રકૃતિપ્રાભૃત કહેવામાં આવે છે. આગમિક અને સૈદ્ધાત્તિક ગ્રન્થ હોવાના કારણે તેને આગમસિદ્ધાન્ત, પરમાગમ, ખંડસિદ્ધાન્ત વગેરે નામ આપવામાં આવ્યાં છે. તેમાં છ ખંડો છે એટલા માટે તેને પખંડાગમ અથવા પખંડસિદ્ધાન્ત કહેવામાં આવે છે.
કર્મપ્રાભૃતનું ઉદ્ગમસ્થાન દષ્ટિવાદ નામનું બારમું અંગ છે જે અત્યારે લુપ્ત છે. દષ્ટિવાદના પાંચ વિભાગ છે – પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org