________________
૧૧૦
જૈન ધર્મ-દર્શન ચિંતકો કહે છે કે ભોગરૂપ ક્રિયા જડ બુદ્ધિમાં ન ઘટે. તેનો સંબંધ સીધો પુરુષ સાથે છે– આત્મા સાથે છે. જેમ ઉપર્યુક્ત પરિણામ અને ક્રિયાનો આશ્રય આત્મા છે તેમ ભોગરૂપ ક્રિયાનો આશ્રય પણ આત્મા જ છે. વળી, પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે એ સાંખ્યની વાત શક્ય જ નથી કારણ કે પુરુષ આધ્યાત્મિક અને ચેતન તત્ત્વ છે જયારે બુદ્ધિ જડ અને ભૌતિક છે કેમ કે તે પ્રકૃતિનો જ વિકાસ છે. ચૈતન્યનું જડ તત્ત્વમાં પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? પ્રતિબિંબ તો જડનું જડમાં જ પડી શકે. જૈન દર્શનસમ્મત આત્મા અને કર્મના સંબંધમાં આ બધા દોષો લાગુ પડતા નથી કારણ કે તે સંસારી આત્માને પરિણામી અને કથંચિત્ મૂર્તિ માને છે. સાંખ્ય દર્શન એકાન્તવાદી છે. તે પુરુષને એકાન્ત નિત્ય માને છે, પુરુષમાં પરિણામનો આત્મત્તિક અભાવ માને છે. આવી પરિસ્થિતિમાં પ્રકૃતિ અને પુરુષનો કોઈ પણ જાતનો સંબંધ ઘટી શકે જ નહિ. સંબંધને માટે પરિવર્તન
– પરિણામ અત્યન્ત આવશ્યક છે. જ્યાં પરિણામનો અભાવ હોય ત્યાં કર્તુત્વ, ભોક્નત્વ આદિ બધી ક્રિયાઓનો અભાવ હોય.
આત્મા “સ્વદેહપરિમાણ છે આ લક્ષણ તે બધા દાર્શનિકોની માન્યતાનું ખંડન કરવા માટે છે જેઓ આત્માને સર્વવ્યાપક (વિભુ) માને છે. નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, મીમાંસક વગેરે આત્માનું અનેકત્વ સ્વીકારે છે પરંતુ સાથે સાથે જ આત્માને સર્વવ્યાપક પણ માને છે. તેઓ કહે છે કે જેમ આકાશ સર્વવ્યાપક છે તેમ પ્રત્યેક આત્મા સર્વવ્યાપક છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માનીને પણ તેને સ્વદેહપરિમાણ માનવો એ જૈનદર્શનની જ વિશેષતા છે. જૈનદર્શન સિવાય બીજું કોઈ દર્શન એવું નથી જે આત્માને સ્વદેહપરિમાણ માનતું હોય. જૈનોનું કહેવું છે કે કોઈ પણ આત્માને શરીરની બહાર માનવો એ અનુભવ અને પ્રતીતિની વિરુદ્ધ છે. આપણી પ્રતીતિ આપણને એ જ બતાવે છે કે જેટલા પરિમાણમાં આપણું શરીર છે તેટલા જ પરિમાણમાં આપણો આત્મા છે. શરીરની બહાર આત્માનું અસ્તિત્વ કોઈ પણ પ્રમાણથી સિદ્ધ નથી થઈ શકતું. જે વસ્તુના ગુણ જ્યાં ઉપલબ્ધ થાય છે તે વસ્તુ ત્યાં જ હોય છે. કુંભ ત્યાં જ હોય છે જયાં કુંભના ગુણો ઉપલબ્ધ થાય છે. તેવી જ રીતે આત્માનું અસ્તિત્વ પણ ત્યાં જ માનવું જોઈએ જ્યાં આત્માના ગુણ જ્ઞાન, સ્મૃતિ વગેરે ઉપલબ્ધ થતા હોય. આ બધા ગુણો ભૌતિક શરીરના નથી તેમ છતાં ઉપલબ્ધ ત્યાં જ થાય છે જ્યાં શરીર હોય છે, તેથી એ માનવું યોગ્ય નથી કે આત્મા સર્વવ્યાપક છે.
કોઈ પૂછી શકે કે ગન્ધ દૂર રહે છે તો પણ આપણે તેને કેવી રીતે સુંઘી શકીએ છીએ ? તેનો ઉત્તર એ છે કે ગન્ધના પરમાણુ ધ્રાણેન્દ્રિય સુધી પહોંચે છે એટલે આપણને
૧. અન્યયોગવ્યવચ્છેદિકા દ્રાવિંશિકા, કારિકા ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org