________________
૩૦૮
જૈન ધર્મ-દર્શન મોટા મોટા બે જ ભેદ છે રાગ અને દ્વેષ. રાગદ્વેષજનિત શારીરિક અને માનસિક પ્રવત્તિ જ કર્મબન્ધનું કારણ છે. આમ તો પ્રત્યેક ક્રિયા યા પ્રવૃત્તિ કર્મબન્ધનું કારણ બને છે પરંતુ જે ક્રિયા કષાયજનિત હોય છે તેનાથી થનારો કર્મબન્ધ વિશેષ બળવાન હોય છે જ્યારે કષાયરહિત ક્રિયાથી થનારો કર્મબન્ધ અતિ દુર્બળ અને અલ્પાયુ હોય છે, તેનો નાશ કરવામાં અલ્પ શક્તિ અને અલ્પ સમય લાગે છે. બીજા શબ્દોમાં, યોગ અને કષાય બન્ને કર્મબન્ધનાં કારણ છે પરંતુ આ બન્નેમાં પ્રબળ તો કષાય જ છે.
નૈયાયિક તથા વૈશેષિક મિથ્યાજ્ઞાનને કર્મબન્ધનું કારણ માને છે. સાંખ્ય અને યોગ દર્શનમાં પ્રકૃતિ-પુરુષનું અભેદજ્ઞાન કર્મબન્ધનું કારણ મનાયું છે. વેદાન્ત આદિદર્શનોમાં અવિદ્યા અથવા અજ્ઞાનને કર્મબન્ધનું કારણ કહ્યું છે. બૌદ્ધોએ વાસના અથવા સંસ્કારને કર્મોપાર્જને યા કર્મબન્ધનું કારણ માન્યું છે. જૈન પરંપરામાં સંક્ષેપમાં મિથ્યાત્વ કર્મબન્ધનું કારણ મનાયું છે. જે હો તે, પરંતુ એટલું તો તદ્દન નિશ્ચિત છે કે કર્મબન્ધનું કોઈ પણ કારણ કેમ ન માનવામાં આવે પરંતુ રાગદ્વેષજનિત પ્રવૃત્તિ જ કર્મબન્ધનું પ્રધાન કારણ છે. રાગ-દ્વેષની ન્યૂનતા અથવા અભાવથી અજ્ઞાન, વાસના અથવા મિથ્યાત્વ ઓછું થઈ જાય છે અથવા નાશ પામી જાય છે. રાગ-દ્વેષરહિત જીવ કર્મોપાર્જન (કર્મબન્ધ) કરનારા વિકારોથી સર્વથા સદૈવ મુક્ત હોય છે. તેનું મન હમેશાં તેના નિયંત્રણમાં જ હોય છે. કર્મબન્ધની પ્રક્રિયા
જૈન કર્મગ્રન્થોમાં કર્મબન્ધની પ્રક્રિયાનું સુવ્યવસ્થિત વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં કર્મ બનવાની યોગ્યતા ધરાવતા પુગલપરમાણુઓ ન હોય. જ્યારે જીવ પોતાના મનથી, વચનથી કે કાયાથી કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરે છે ત્યારે ચારે બાજુથી કર્મયોગ્ય પુગલપરમાણુઓ જીવ તરફ આકર્ષાય છે (આમ્રવ). જેટલા ક્ષેત્રમાં અર્થાત્ પ્રદેશમાં જીર્વનો આત્મા વિદ્યમાન હોય છે તેટલા પ્રદેશમાં રહેલા પરમાણુઓ જીવ દ્વારા તે વખતે ગ્રહણ કરાય છે, બીજા ગ્રહણ કરાતા નથી. પ્રવૃત્તિની તરતમતા અનુસાર પરમાણુઓની સંખ્યામાં પણ તારતમ્ય થાય છે. પ્રવૃત્તિની માત્રામાં અધિકતા હતાં પરમાણુઓની સંખ્યામાં પણ અધિકતા હોય છે અને પ્રવૃત્તિની માત્રામાં ન્યૂનતા હોતાં પરમાણુઓની સંખ્યામાં પણ ન્યૂનતા હોય છે. ગૃહીત પુદ્ગલપરમાણુઓના સમૂહનું કર્મરૂપે આત્મા સાથે બદ્ધ થવું (બન્ય) જૈન ૧. જૈન દર્શનની માન્યતા છે કે આત્મા શરીરવ્યાપી છે. શરીરની બહાર આત્મતત્ત્વ
વિદ્યમાન નથી હોતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org