________________
૩૫૧
સાથી શ્રમણોને પણ સાથે આવવા માટે નિમન્દ્રિત કરવા અથવા તેમને પૂછવું કે શું આપના માટે કંઈ લેતો આવું? જ્ઞાન આદિની પ્રાપ્તિ માટે યોગ્ય ગુરુનો આશ્રય લેવો એ ઉપસંપદા છે. તેના માટે શ્રમણ પોતાના ગચ્છનો ત્યાગ કરીને અન્ય ગચ્છનો આશ્રય પણ લઈ શકે છે.
આચારશાસ્ત્ર
મુનિએ દિવસને ચાર ભાગોમાં વહેંચીને પોતાની દિનચર્યા ગોઠવી પૂરી કરવી જોઈએ. તેણે દિવસના પ્રથમ પ્રહરમાં મુખ્યતઃ સ્વાધ્યાય કરવો જોઈએ, બીજા પ્રહરમાં ધ્યાન કરવું જોઈએ, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચાર્ય કરવી જોઈએ, અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરવો જોઈએ. તેવી જ રીતે રાત્રિના ચાર ભાગોમાંથી પ્રથમમાં સ્વાધ્યાય કરવો જોઈએ, બીજામાં ધ્યાન કરવું જોઈએ, ત્રીજામાં નિદ્રા લેવી જોઈએ અને ચોથામાં પુનઃ સ્વાધ્યાય કરવો જોઈએ. આ રીતે દિન-રાતના કુલ આઠ પ્રહરોમાંથી ચાર પ્રહર સ્વાધ્યાય માટે, બે પ્રહર ધ્યાન માટે, એક પ્રહર ભોજન માટે તથા એક પ્રહર નિદ્રા માટે છે. આ ઉપરથી જણાય છે કે શ્રમણની દિનચર્યામાં અધ્યયનનું સર્વાધિક મહત્ત્વ છે. તેના પછી ધ્યાનને મહત્ત્વ આપવામાં આવેલ છે. ખાવાપીવા માટે દિવસમાં એક વાર એક પ્રહરનો સમય ફાળવવામાં આવ્યો છે તેવી જ રીતે સૂવા માટે પણ રાતના સમયે કેવળ એક પ્રહર આપવામાં આવેલ છે. સ્વાધ્યાય અથવા અધ્યયનમાં નીચે જણાવેલી પાંચ ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે (પુનરાવર્તન), અનુપ્રેક્ષા (ચિન્તન) અને ધર્મકથા.
-
વાચના, પૃચ્છના, પરિવર્તના
શ્રમણની આ સંક્ષિપ્ત દિનચર્યાનું વિવેચન કરતાં કહેવામાં આવ્યુ છે કે દિવસના પ્રથમ પ્રહરના પ્રારંભના ચતુર્થ ભાગમાં વજ્રપાત્રાદિનું પ્રતિલેખન (નિરીક્ષણ) કર્યા પછી ગુરુને નમસ્કાર કરીને સર્વદુઃખમુક્તિ માટે સ્વાધ્યાય કરવો જોઈએ. તેવી જ રીતે દિવસના અન્તિમ પ્રહરના અન્તના ચતુર્થ ભાગમાં સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થઈને ગુરુને વન્દેન કર્યા પછી વજ્રપાત્રાદિનું પ્રતિલેખન કરવું જોઈએ. પ્રતિલેખન કરતી વખતે પરસ્પર વાર્તાલાપ ન કરવો જોઈએ અને કોઈ બીજી વ્યક્તિ સાથે પણ કોઈ પણ જાતની વાતચીત ન કરવી જોઈએ પરંતુ પોતાના કાર્યમાં પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. ત્રીજા પ્રહરમાં ક્ષુધાવેદનાની શાન્તિ આદિ માટે આહારપાણીની ગવેષણા કરવી જોઈએ. આહારપાણી લેવા જતી વખતે ભિક્ષુએ પાત્ર આદિનું સારી રીતે પ્રમાર્જન કરી લેવું જોઈએ. ભિક્ષા માટે વધુમાં વધુ અડધો યોજન (બે કોસ) સુધી જવું જોઈએ. ચોથા પ્રહરના અન્તમાં સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થયા પછી અને વસ્ત્રપાત્રાદિની પ્રતિલેખના કરી લીધા પછી મળમૂત્રનો ત્યાગ કરવાની ભૂમિનું અવલોકન કરી લેવું જોઈએ અને ત્યારબાદ કાયોત્સર્ગ કરવો જોઈએ. કાયોત્સર્ગમાં દિવસ દરમિયાન થયેલા અતિચારોની - દોષોની ચિન્તના અને આલોચના કરવી જોઈએ. ત્યાર પછી રાત્રિકાલીન સ્વાધ્યાય વગેરેમાં લાગી જવું જોઈએ. રાત્રિના ચોથા પ્રહરમાં એવી રીતે સ્વાધ્યાય ક૨વો જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org