________________
આચારશાસ્ત્ર
૩૬૫ ૧૫ કર્માદાનો શ્રાવક માટે વર્જિત છે– (૧) અંગારકર્મ, (૨) વનકર્મ, (૩) શકટકર્મ, (૪) ભાટકકર્મ, (૫) સ્ફોટકકર્મ, (૬) દંતવાણિજ્ય, (૭) લાક્ષાવાણિજ્ય, (૮) રસવાણિજ્ય, (૯) કેશવાણિજ્ય, (૧૦) વિષવાણિજ્ય, (૧૧) ય–પીડનકર્મ, (૧૨) નિલંછનકર્મ, (૧૩) દાવાગ્નિદાનકર્મ, (૧૪) સરોહૂદતડાગશોષણકર્મ, અને (૧૫) અસતીજનપોષણકર્મ. અંગારકર્મ એટલે અગ્નિ સંબંધી વ્યાપાર, જેમ કે કોલસા પાડવા, ઈંટો પકવવી, વગેરે. વનકર્મ એટલે વનસ્પતિ સંબંધી વ્યાપાર એટલે કે વૃક્ષો કાપી લાકડાં પાટિયાં આદિ વેચવા, ઘાસ કાપવું અને વેચવું, વગેરે. શકટકર્મ એટલે વાહન સંબંધી વ્યાપાર એટલે ગાડું, ગાડી, વગેરે બનાવવા. ભાટકકર્મ એટલે વાહનો ભાડે આપવાં, વગેરે. સ્ફોટકકર્મ એટલે ભૂમિ તોડવા-ખોદવાનો વ્યાપાર, જેમ કે ખાણો ખોદવી કે ખોદાવવી વગેરે. દંતવાણિજ્ય એટલે હાથી વગેરે પ્રાણીઓના દાંતોનો વ્યાપાર. લાક્ષાવાણિજ્ય એટલે લાખ વગેરેનો વ્યાપાર, રસવાણિજય એટલે મદિરા આદિનો વ્યાપાર. કેશવાણિજ્ય એટલે વાળ કે વાળવાળાં પ્રાણીઓનો વેપાર કે ઊન અને ઊનની બનાવટોનો વેપાર. વિષવાણિજ્ય એટલે ઝેર કે ઝેરી ચીજોનો વેપાર તથા હિંસક શસ્ત્ર-અસ્ત્રોનો વેપાર. પીડનકર્મ એટલે મશીનો ચલાવવા જેવા ધંધા. નિલંછનકર્મ એટલે પ્રાણીઓના અવયવોને છેદવા, કાપવાનો અને ચામડી કાઢી લેવાનો વગેરે વ્યવસાય. દાવાગ્નિદાનકર્મ એટલે જંગલ, ખેતર, વગેરેમાં આગ લગાવવાનું કામ. સરોહૂદતડાગશોષણતાકર્મ એટલે સરોવર, ઝરણા, તળાવ આદિને સૂકવી નાખવાનું કામ. અસતીજનપોષણતાકર્મ એટલે કુલટા સ્ત્રીઓને પોષવાનું, હિંસક પ્રાણીઓને પાળવાનું, સમાજવિરોધી તત્ત્વોને પોષવા-રક્ષવાનું, વગેરે કામો. શ્રાવકને માટે આ જાતના બધા વ્યવસાયોનો નિષેધ એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે તેમના ગર્ભમાં મોટી હિંસા રહેલી છે. આ જાતનાં હિંસાપૂર્ણ કૃત્યોથી કરુણાસમ્પન્ન શ્રાવક પોતાની આજીવિકા કેવી રીતે ચલાવી શકે? ઉપર જણાવેલા ૧૫ કર્માદાનોમાંથી કેટલાંક કર્મો એવા પણ છે જેમને જો વિવેકપૂર્વક અને વિશિષ્ટ સાધનોની સહાયતાથી કરવામાં આવે તો સ્થૂલ હિંસા નથી થતી. વ્યવસાય કોઈ પણ કેમ ન હોય, જો તેમાં બે વાત દેખાતી હોય તો તે શ્રાવક માટે આચરણીય છે. પહેલી વાત તો એ કે તેમાં સ્કૂલ હિંસા અર્થાત્ ત્રસ જીવોની હિંસા ન થતી હોય અથવા ઓછામાં ઓછી થતી હોય. બીજી વાત એ કે તેના દ્વારા કોઈ વ્યક્તિ, વર્ગ કે સમાજનું શોષણ ન થતું હોય કે ઓછામાં ઓછું થતું હોય. આ જાતનું શોષણ પ્રત્યક્ષપણે હિંસા ભલે ન હો પરંતુ પરોક્ષપણે હિંસા છે જ. આ જાતની હિંસા તો ક્યારેક સાધારણ સ્થૂળ હિંસાથી પણ ખૂબ ભારે થઈ જાય છે. કયો વ્યવસાય શ્રાવક માટે યોગ્ય છે અને કયો અયોગ્ય એનો નિર્ણય મુખ્યપણે ઉપરની બે દષ્ટિએ જ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org