________________
આચારશાસ્ત્ર
૩૪૫
જેમ મુનિ માટે તીર્થંકરસ્તવ આવશ્યક છે તેમ ગુરુસ્તવ પણ આવશ્યક છે. ગુરુસ્તવને વંદના અથવા વંદન કહેવામાં આવે છે. તીર્થંકર પછી જો કોઈ વંદન કરવા યોગ્ય હોય તો તે ગુરુ છે કેમ કે ગુરુ અહિંસા આદિની ઉત્કૃષ્ટ આરાધના કરવાના કારણે શિષ્ય માટે સાક્ષાત્ આદર્શનું કામ કરે છે. તેમની પાસેથી શિષ્યને પ્રત્યક્ષ પ્રેરણા મળે છે. તેમના પ્રત્યે સમ્માન હોતાં તેમના ગુણો પ્રતિ સમ્માન થાય છે. તીર્થંકર પછી સદ્ધધર્મનો ઉપદેશ દેનાર ગુરુ જ છે. ગુરુ જ્ઞાન અને ચારિત્ર બન્નેમાં મોટા હોય છે તેથી વન્દનયોગ્ય છે. ગુરુદેવને વન્દન કરવાનો અર્થ થાય છે ગુરુદેવનું સંકીર્તન અને અભિવાદન કરવું. વાણી વડે સંકીર્તન અર્થાત્ સ્તવન કરવામાં આવે છે તથા શરીર વડે અભિવાદન અર્થાત્ પ્રણામ કરવામાં આવે છે. ગુરુને વન્દન એટલા માટે કરવામાં આવે છે કેમ કે તે ગુણમાં ગુરુ અર્થાત્ ભારે હોય છે. ગુણહીન વ્યક્તિ અવન્દનીય હોય છે. જે ગુણહીનને અર્થાતુ અવંદ્યને વન્દન કરે છે તેના કર્મોની નિર્જરા નથી થતી, તેના સંયમનું પોષણ નથી થતું. આ જાતના વંદનથી અસંયમનું અનુમોદન, અનાચારનું સમર્થન, દોષોનું પોષણ અને પાપકર્મનું બન્ધન થાય છે. આ જાતનું વંદન કેવળ કાયક્લેશ છે. અવંદ્યને વન્દન કરવાથી વન્દન કરનાર અને વંદન ઝીલનાર સ્વીકારનાર બન્નેનું પતન થાય છે.
પ્રમાદવશ શુભ પ્રવૃત્તિથી શ્રુત થઈ અશુભ પ્રવૃત્તિમાં લાગ્યા પછી પુનઃ શુભ પ્રવૃત્તિ કરવામાં પાછા ફરવું એ પ્રતિક્રમણ છે. મન, વચન કે કાયાથી કૃત, કારિત કે અનુમોદિત પાપોની નિવૃત્તિ માટે આલોચના કરવી, પશ્ચાત્તાપ કરવો તથા અશુદ્ધિનો ત્યાગ કરી પુનઃ શુદ્ધિ પ્રાપ્ત કરવી પ્રતિક્રમણ છે. હિંસા, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહરૂપ જે પાપકર્મોનો નિર્ચન્થ શ્રમણ માટે પ્રતિષેધ કરવામાં આવ્યો છે તેમનું પ્રમાદવશ ઉપાર્જન કરાઈ જાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. સામાયિક, સ્વાધ્યાય આદિ જે શુભ પ્રવૃત્તિઓનું સર્વવિરત સંયમી માટે વિધાન કરવામાં આવેલ છે તે શુભ પ્રવૃત્તિનું આચારણ ન કરાય તો પણ પ્રતિક્રમણ કરવું જોઈએ કેમ કે જેમ અકર્તવ્ય કર્મને કરવું એ પાપ છે તેમ કર્તવ્ય કર્મને ન કરવું એ પણ પાપ જ છે. પ્રતિક્રમણ કેવળ ક્રિયા સુધી જ સીમિત ન રહેવું જોઈએ. તેનાથી વસ્તુતઃ દોષશુદ્ધિ થવી જોઈએ. અને તો અને ત્યારે જ પ્રતિક્રમણ કરવું સાર્થક કહેવાય અને ગણાય.
કાયના ઉત્સર્ગને એટલે કે શરીરના ત્યાગને કાયોત્સર્ગ કહે છે. અહીં શરીરત્યાગનો અર્થ છે શરીર ઉપરની મમતાનો ત્યાગ. શરીર પ્રત્યેનું મમત્વ છોડીને આત્મસ્વરૂપમાં લીન થઈ જવાનું નામ કાયોત્સર્ગ છે. સાધક જ્યારે બહિર્મુખવૃત્તિનો ત્યાગ કરીને અન્તર્મુખવૃત્તિને ધારણ કરે છે ત્યારે તે પોતાના શરીર પ્રતિ અનાસક્ત થઈ જાય છે
૧. આવશ્યકચૂર્ણિ (ઉત્તર ભાગ), પૃ. ૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org