________________
૩૩૮
જૈન ધર્મ-દર્શન પ્રત્યેક પ્રાણીને થાય છે. જીવન-મરણની પ્રતીતિ સૌને થાય છે. બધા જીવો જીવવા ઇચ્છે છે. હકીકતમાં, કોઈ પણ જીવ મરવાની ઇચ્છા કરતો નથી. જેમ આપણને જીવન પ્રિય છે અને મરણ અપ્રિય, સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય, અનુકૂળતા પ્રિય છે અને પ્રતિકૂળતા અપ્રિય, મૃદુતા પ્રિય છે અને કઠોરતા અપ્રિય, સ્વતંત્રતા પ્રિય છે અને પરતત્રતા અપ્રિય, લાભ પ્રિય છે અને હાનિ અપ્રિય, તેમ અન્ય જીવોને પણ જીવન આદિ પ્રિય છે અને મરણ આદિ અપ્રિય. તેથી આપણું કર્તવ્ય છે કે આપણે મનથી પણ કોઈના વધ આદિનો વિચાર ન કરીએ. શરીર દ્વારા કોઈની હત્યા કરવી અથવા કોઈને કોઈ પણ જાતનું કષ્ટ પહોંચાડવું તો પાપ છે જ, મન અથવા વચનથી આ જાતની પ્રવૃત્તિ કરવી એ પણ પાપ જ છે. મન, વચન અને કાયાથી કોઈને સંતાપ ન પહોંચાડવો એ સાચી અહિંસા છે –– પૂર્ણ અહિંસા છે. વનસ્પતિ આદિ એકેન્દ્રિય જીવોથી શરૂ કરીને માનવો સુધીના સર્વ જીવો પ્રતિ અહિંસક આચરણની ભાવના જૈન પરંપરાની મુખ્ય વિશેષતા છે. આચારનો આ અહિંસક વિકાસ જૈન સંસ્કૃતિનો અણમોલ ખજાનો છે.
અહિંસાને કેન્દ્રબિન્દુ માનીને સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો વિકાસ થયો. આત્મિક વિકાસમાં બાધક કર્મબન્ધને રોકવા માટે અને બદ્ધ કર્મોનો નાશ કરવા માટે અહિંસા તથા તદાધારિત સત્ય આદિની અનિવાર્યતા સ્વીકારવામાં આવી છે. તેમાં વ્યક્તિ અને સમાજ બન્નેનું હિત રહેલું છે. વૈયક્તિક ઉત્થાન અને સામાજિક ઉત્કર્ષ માટે અસત્યનો ત્યાગ, અનધિકૃત વસ્તુનું અગ્રહણ તથા સંયમનું પરિપાલન આવશ્યક છે. તેમના અભાવમાં અહિંસાનો વિકાસ થતો નથી. પરિણામે આત્મવિકાસમાં બહુ મોટી બાધા ખડી થાય છે. આ બધાંની સાથે અપરિગ્રહનું વ્રત અતિ આવશ્યક છે. પરિગ્રહની સાથે આત્મવિકાસને ઘોર શત્રુતા છે. જ્યાં પરિગ્રહ હોય છે ત્યાં આત્મવિકાસનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. એટલું જ નહિ, પરિગ્રહ આત્મપતનનું બહુ મોટું કારણ બને છે. પરિગ્રહનો અર્થ છે પાપનો સંગ્રહ. તે આસક્તિથી વધે છે અને આસક્તિને વધારે પણ છે. તેનું જ નામ મૂચ્છ છે. જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ તેમ મૂચ્છ-ગૃદ્ધિ - આસક્તિ વધતી જાય છે. જેટલી વધુ આસક્તિ તેટલી જ વધુ હિંસા, આ જ હિંસા માનવસમાજમાં વૈષમ્ય પેદા કરે છે. તેનાથી આત્મપતન પણ થાય છે. અપરિગ્રહવૃત્તિ અહિંસામૂલક આચારના સમ્યફ પરિપાલન માટે અનિવાર્ય છે. શ્રમણાચાર
શ્રમણ, ભિક્ષુ, મુનિ, નિર્ગળે, અનગાર, સંયત, વિરત આદિ શબ્દો એકાર્થક છે. શ્રમણનાં વ્રતો મહાવ્રતો અર્થાત્ મોટાં વ્રતો કહેવાય છે કેમ કે તે હિંસા વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org