________________
કર્મસિદ્ધાન્ત
૩૧૯
ભોગ અને ઉપભોગમાં શું અંતર છે ? જેનો એક વાર જ ઉપયોગ થઈ શકે છે તે વસ્તુનો ઉપયોગ ભોગ છે અને જેનો વારંવાર ઉપયોગ થઈ શકે તે વસ્તુનો ઉપયોગ ઉપભોગ છે. આહાર આદિનો ઉપયોગ ભોગ છે અને વસ્ત્ર આદિનો ઉપયોગ ઉપભોગ છે. જે અન્તરાયકર્મનો સંબંધ ભોગ સાથે હોય તેને ભોગાન્તરાયકર્મ કહે છે અને જે અન્તરાયકર્મનો સંબંધ ઉપભોગ સાથે હોય તેને ઉપભોગાન્તરાયકર્મ કહે છે. જેમ દાનાન્તરાયકર્મ અને લાભાન્તરાયકર્મનો સંબંધ વ્યક્તિની ભાવના અથવા ઇચ્છાશક્તિ સાથે છે તેમ ભોગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મ પણ પ્રત્યક્ષપણે વ્યક્તિના આન્તરિક સામર્થ્ય સાથે સમ્બદ્ધ છે, બાહ્ય પદાર્થ સાથે સમ્બદ્ધ નથી. આહારાદિની અનુકૂળતા અને આવશ્યકતા હોવા છતાં પણ જે કર્મના ઉદયના કારણે ખાવાપીવાની ઇચ્છા-રુચિ ન થાય તેને ભોગાન્તરાયકર્મ કહે છે. તેવી જ રીતે વસ્ત્ર આદિ સાથે સંબંધિત કર્મનું નામ ઉપભોગાન્તરાય છે. ભોજ્ય અને ઉપભોજ્ય પદાર્થો ઉપલબ્ધ હોવા છતાં અને ભોગઉપભોગાન્તરાય કર્મનો ક્ષય-ઉપશમ હોવા છતાં પણ બાહ્ય પરિસ્થિતિઓની પ્રતિકૂળતાના કારણે ભોગોપભોગમાં બાધા/વિઘ્ન આવી શકે છે.
વીર્ય અર્થાત્ સામાન્ય સામર્થ્ય કે શક્તિ. જે કર્મના ઉદયથી સ્વસ્થ અને સબળ શરીર ધારણ કરવા છતાં પણ વ્યક્તિ નાનકડું કામ કરવામાં પણ અસમર્થ બની જાય તે કર્મને વીર્યાન્તરાયકર્મ કહે છે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે વ્યક્તિમાં સામર્થ્ય હોવા છતાં પણ બાહ્ય બાધાઓના કારણે તે પોતાની તે શક્તિનો ઉપયોગ કરી શકતી નથી. આ પરિસ્થિતિમાં વીર્યાન્તરાયકર્મનો ઉદય ન સમજવો જોઈએ. જ્યારે વ્યક્તિના સામર્થ્યમાં આન્તરિક વિઘ્ન ઉત્પન્ન થાય અર્થાત્ તે પોતાના કર્મના (અટ્ઠષ્ટના) કારણે વિદ્યમાન શક્તિનો સમય આવ્યે ઉપયોગ ન કરી શકે ત્યારે જ તેના વીર્યાન્તરાયકર્મનો ઉદય સમજવો જોઈએ. આમ અન્તરાયકર્મનો સંબંધ બાહ્ય પદાર્થોની અપ્રાપ્તિ આદિ સાથે નથી પરંતુ આન્તરિક શક્તિઓના હનન સાથે છે. જે કર્મ દાન-લાભ-ભોગઉપભોગ-વીર્યરૂપ આન્તરિક શક્તિઓની અભિવ્યક્તિમાં બાધક બને છે તે અન્તરાયકર્મ છે.
આઠ પ્રકારના મૂલ કર્મો અથવા કર્મપ્રકૃતિઓના કુલ એક સો અઠ્ઠાવન ભેદ થાય છે, તે નીચે પ્રમાણે :
૧. જ્ઞાનાવરણીય કર્મ
૨. દર્શનાવરણીય કર્મ
૩. વેદનીય કર્મ
૪. મોહનીય કર્મ
Jain Education International
For Private & Personal Use Only
૫
૯
૨
૨૮
www.jainelibrary.org