________________
૨૧૮
જૈન ધર્મ-દર્શન છે. ધૂમ અને અગ્નિનો આ સંબંધ ધ્યાતિ છે. જ્યાં વ્યાપક હોય ત્યાં વ્યાપ્ય હોય પણ ખરું અને ન પણ હોય.જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ હોય પણ ખરો અને ન પણ હોય. પરંતુ જયાં વ્યાપ્ય હોય ત્યાં વ્યાપક હોય જ. જયાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય જ. વ્યાપ્ય વ્યાપક હોય તો જ હોય. ધૂમ અગ્નિ હોય તો જ હોય. આ જાતનો વ્યાપક અને વ્યાપ્ય વચ્ચેનો જે સંબંધ છે તે જ વ્યાપ્તિ છે. આ વ્યાપ્તિસંબંધને ગ્રહણ કરનારું જ્ઞાન તર્ક છે, ઊહ છે.
અનુમાન – સાધન દ્વારા સાધ્યનું જ્ઞાન થવું એ અનુમાન છે. આ સાધનનો અર્થ છે હેતુ અથવા લિંગ. સાધ્યાવિનાભાવી સાધનને દેખીને સાધ્યનું જ્ઞાન કરવું એ અનુમાન છે. ઉદાહરણ તરીકે, ધૂમ જે અગ્નિનું સાધન છે તેને દેખીને અગ્નિ જે સાધ્ય છે તેનું જ્ઞાન કરવું એ અનુમાન છે. સાધન અને સાધ્ય વચ્ચે અવિનાભાવસંબંધ અવશ્ય હોવો જોઈએ. અવિનાભાવનો અર્થ છે અમુકના વિના અમુકનું ન જ હોવું. જે ચીજ જેના વિના હોઈ શકતી જ નથી તે ચીજના હોતાં તેના વિના ન હોનારી ચીજનું હોવું અવિનાભાવસંબંધ છે. ધૂમ અગ્નિ વિના હોઈ શકતો જ નથી, ધૂમના હોતાં અગ્નિનું હોવું જ એ અવિનાભાવસંબંધ છે.
અનુમાનના બે પ્રકાર છે – સ્વાર્થનુમાન અને પરાર્થાનુમાન.
સ્વાર્થનુમાન – સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ધરાવનાર સ્વનિશ્ચિત સાધનથી સાધ્યનું જ્ઞાન કરવું એ સ્વાર્થનુમાન છે. અવિનાભાવનું એક વધુ લક્ષણ જોઈએ. સહભાવી અને ક્રમભાવી વસ્તુઓ વચ્ચેના સહભાવ અને ક્રમભાવ અંગેનો જે નિયમ છે તે અવિનાભાવ છે. કેટલીક વસ્તુઓ સહભાવી છે અને કેટલીક ક્રમભાવી. રૂપ અને રસ સહભાવી છે. રૂપને દેખીને રસનું અનુમાન કરવું અથવા રસને અનુભવીને રૂપનું અનુમાન કરવું એમાં સહભાવી અવિનાભાવ છે. એકના હોતાં બીજાનું હોવું જ એ ક્રમભાવ છે. કૃત્તિકાનો ઉદય થતાં શકટનો ઉદય થવો જ એ ક્રમભાવી અવિનાભાવ છે. કારણ અને કાર્યનો સંબંધ પણ ક્રમભાવ અન્તર્ગત આવે છે. અગ્નિથી ધૂમની ઉત્પત્તિ ક્રમભાવી અવિનાભાવ છે. જ્યારે આ જાતના અવિનાભાવનું જ્ઞાન વ્યક્તિ સ્વતઃ કરે અને સાધ્ય સાથે અવિનાભાવી એવા સાધનને જોઈને સ્વયં સાધ્યનું અનુમાન કરે ત્યારે જે જ્ઞાન ઉત્પન્ન થાય તે સ્વાર્થાનુમાન છે. સ્વાર્થાનુમાન માટે એક વ્યક્તિ
૧. સાધનાત્ સર્ગોવિજ્ઞાનનુમાનમ્ એજન, ૧.૨.૭. ૨. વાર્થ તિસાધ્યવિનામાવૈવસ્તક્ષાત્ સાધનાત્ સાધ્વજ્ઞાનમ્ એજન, ૧.૨.૯. ૩. સદભાવિનોદ સહમમાનયમો વિનામાવ: I એજન, ૧.૨.૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org