________________
૨૬૮
જૈન ધર્મ-દર્શન
દૃષ્ટિઓનું પ્રતિનિધિત્વ કરનારા બે નય છે. અન્ય દૃષ્ટિઓ કે નયો આ જ બે દૃષ્ટિઓના કે નયોના ભેદપ્રભેદો છે, શાખા-પ્રશાખાઓ છે. દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક દૃષ્ટિ
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિની જેમ દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક દૃષ્ટિએ પણ પદાર્થનું કથન થઈ શકે છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિ એકતાનું પ્રતિપાદન કરે છે એ તો આપણે જોઈ ગયા છીએ. પ્રદેશાર્થિક દૃષ્ટિ અનેકતાને પોતાનો વિષય બનાવે છે. પર્યાય અને પ્રદેશમાં નીચે મુજબ અન્તર છે. પર્યાય દ્રવ્યની દેશમૃત અને કાલકૃત વિવિધ અવસ્થાઓ છે. એક જ દ્રવ્ય દેશ અને કાલના ભેદે વિવિધ રૂપોમાં પરિવર્તિત થાય છે. તે વિવિધ રૂપો જ પર્યાયો છે. દ્રવ્યના અવયવોને પ્રદેશ કહેવામાં આવે છે. એક દ્રવ્યના અનેક અંશો હોઈ શકે છે. એક એક અંશ એક એક પ્રદેશ કહેવાય છે. પુદ્ગલનો એક છૂટો પરમાણુ જેટલી જગા રોકે છે તેટલી જગાને એક પ્રદેશ કહેવામાં આવે છે. જૈન દર્શન અનુસાર કેટલાંક દ્રવ્યોના પ્રદેશો નિયત છે જ્યારે કેટલાંકના અનિયત છે. જીવના પ્રદેશો સર્વ દેશ અને સર્વ કાલમાં નિયત છે. તેની સંખ્યા ન તો વધે છે કે ન તો ઘટે છે. તે જે શરીરને વ્યાપીને રહે છે તે શરીરનું પરિમાણ વધેઘટે છે પરંતુ પ્રદેશોની સંખ્યા તો તેટલી જ રહે છે. આ કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન કરવા માટે દીપકનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. જેમ એક જ દીપકના તેટલા જ પ્રદેશો નાના ઓરડામાં તે નાના ઓરડાની જગ્યા રોકે છે અને મોટા ઓરડામાં તે મોટા ઓરડાની જગ્યા રોકે છે તેવી જ રીતે એક આત્માના તેટલા જ પ્રદેશો નાના શરીરને વ્યાપીને પણ રહી શકે છે અને મોટા શરીરને વ્યાપીને પણ રહી શકે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશો પણ નિયત છે. પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોનો (પરમાણુઓનો) કોઈ નિશ્ચિત નિયમ નથી. તેમની સંખ્યામાં સ્કન્ધ પ્રમાણે ન્યૂનાધિકતા થતી રહે છે. પર્યાયના માટે એવો કોઈ નિયમ નથી. તેઓ નિયત સંખ્યામાં મળતા નથી. જેવી રીતે પર્યાયદૃષ્ટિએ ભગવાન મહાવીરે વસ્તુનો વિચાર કર્યો છે તેવી જ રીતે પ્રદેશદૃષ્ટિએ પણ તેમણે પદાર્થનું ચિંતન કર્યું છે. તેમણે કહ્યું છે કે હું દ્રવ્યદૃષ્ટિએ એક છું. જ્ઞાન અને દર્શનરૂપ પર્યાયોની દષ્ટિએ બે છું, પ્રદેશોની દૃષ્ટિએ અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું. અહીં મહાવીરે પ્રદેશષ્ટિનો ઉપયોગ એકતાની સિદ્ધિ માટે કર્યો છે. સંખ્યાની દૃષ્ટિએ પ્રદેશ નિયત છે, તેથી તે દૃષ્ટિએ આત્મા અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે. પ્રદેશદૃષ્ટિનો ઉપયોગ અનેકતાની સિદ્ધિ માટે પણ ક૨વામાં આવે છે. દ્રવ્યદૃષ્ટિએ વસ્તુ એકરૂપ જણાય છે પરંતુ તે જ વસ્તુ પ્રદેશદષ્ટિએ અનેકરૂપ જણાય છે કારણ કે વસ્તુને અનેક પ્રદેશો હોય છે, વસ્તુ અનેકપ્રદેશાત્મક છે. આત્મા દ્રવ્યદૃષ્ટિએ એક છે પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org