________________
કર્મસિદ્ધાન્ત
(૧) સમ્યક્ત્વ
----
નથી. સંવર અર્થાત્ આસ્રવનિરોધના પાંચ હેતુ બતાવવામાં આવ્યા છે (સમ્યક્ શ્રદ્ધા), (૨) વિરતિ (વ્રત), (૩) અપ્રમાદ, (૪) અકષાય અને (૫) અયોગ. નિર્જરા અર્થાત્ કર્મનાશના પણ પાંચ હેતુ છે (૧) પ્રાણાતિપાતવિરમણ (હિંસાત્યાગ), (૨) મૃષાવાદવિરમણ (અસત્યત્યાગ), (૩) અદત્તાદાનવિરમણ (ચૌર્યત્યાગ), મૈથુનવિરમણ (અબ્રહ્મત્યાગ) અને (૫) પરિગ્રહવિરમણ (આસક્તિત્યાગ). કર્મવિશુદ્ધિની અપેક્ષાએ અર્થાત્ આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ જીવના ચૌદ સ્થાન (ગુણસ્થાન) ગણાવવામાં આવ્યાં છે (૧) મિથ્યાદષ્ટિ, (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, (૩) સમ્યગ્મિથ્યાદષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) વિરતાવિરત, (૬) પ્રમત્તસંયત, (૭) અપ્રમત્તસંયત, (૮) નિવૃત્તિબાદર, (૯) અનિવૃત્તિબાદ૨, (૧૦) સૂક્ષ્મસમ્પરાય (ઉપશમક અથવા ક્ષપક), (૧૧) ઉપશાન્તમોહ, (૧૨) ક્ષીણમોહ, (૧૩) સયોગીકેવલી અને (૧૪) અયોગીકેવલી.
૧. સમવાયાંગ, ૫.
૨. સમવાયાંગ, ૧૪.
૩. શતક ૧, ઉદ્દેશક ૪.
૪. શતકપ, ઉદ્દેશક ૬.
-----
૩
-
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં (ભગવતીસૂત્રમાં) કર્મવાદનાં વિવિધ રૂપોનું નિરૂપણ થયું છે. અર્જિત કર્મને ભોગવ્યા વિના મુક્તિ થતી નથી એ તથ્યનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે કૃત કર્મોનું વેદન કર્યા વિના નૈરયિક, તિર્યંચ, મનુષ્ય તથા દેવની વિમુક્તિ નથી અર્થાત્ તેમને મોક્ષ મળતો નથી. કર્મના બે પ્રકાર છે પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. તેમાં જે પ્રદેશકર્મ છે તેમનું વેદન થાય છે જ પરંતુ અનુભાગકર્મનું વેદન થાય પણ ખરું અને ન પણ થાય. જીવ ત્રણ કારણોથી અલ્પ આયુષ્ય બાંધે છે — (૧) પ્રાણહિંસા, (૨) અસત્યભાષણ અને (૩) તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને અનેષણીય અશનપાન-ખાદિમ-સ્વાદિમનું દાન. નીચે જણાવેલાં ત્રણ કારણોથી જીવ દીર્ઘ આયુષ્ય બાંધે છે — (૧) અહિંસાપાલન, (૨) સત્યભાષણ અને (૩) તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમનું દાન. પ્રાણહિંસા આદિ કારણોથી જીવ ચિરકાલપર્યન્ત અશુભ રૂપે જીવવાનું આયુષ્ય બાંધે છે તથા અહિંસાપાલન આદિ કારણોથી જીવ દીર્ધકાળ સુધી શુભ રૂપે જીવવાનું આયુષ્ય બાંધે છે.' મહાકર્મયુક્ત, મહાક્રિયાયુક્ત, મહાઆસ્રવયુક્ત અને મહાવેદનાયુક્ત જીવને બધી બાજુએથી બધા પ્રકારના કર્મપુદ્ગલોનો નિરન્તર બન્ધ, ચય અને ઉપચય થતો રહે છે. પરિણામે તેનો આત્મા (બાહ્ય આત્મા અર્થાત્ શરીર) વારંવાર કુરૂપ, કુવર્ણ, દુર્ગન્ધ, કુરસ અને
Jain Education International
For Private & Personal Use Only
૨૯૫
―
www.jainelibrary.org