________________
૨૬૬
જૈન ધર્મ-દર્શન અનાગત છે તે કાલ વર્તમાન હશે. એ સાચું કે કેવલી ત્રણે કાલને જાણે છે પરંતુ જે પર્યાયને તેણે કાલ ભવિષ્યત્ રૂપમાં જાણ્યો હતો તેને જ આજે તે વર્તમાનરૂપે જાણે છે. આમ કાલભેદે કેવળીના જ્ઞાનમાં પણ ભેદ થાય છે. વસ્તુની અવસ્થાના પરિવર્તનની સાથે સાથે જ્ઞાનની અવસ્થા પણ બદલાતી રહે છે. તેથી કેવળજ્ઞાન પણ કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય. સ્યાદ્વાદ અને કેવળજ્ઞાનમાં વિરોધની કોઈ સંભાવના નથી.
ભગવાન મહીવારે કેવળજ્ઞાનપ્રાપ્તિ પહેલાં ચિત્રવિચિત્ર પાંખોવાળો એક મોટો પુસ્કોકિલ સ્વપ્નમાં જોયો હતો. આ સ્વપ્નનું વિશ્લેષણ કરતાં સ્યાદ્વાદ ફલિત થયો. પુસ્કોકિલની ચિત્રવિચિત્ર પાંખો (પક્ષો) અનેકાન્તવાદનું પ્રતીક છે. જેવી રીતે જૈન દર્શનમાં વસ્તુની અનેકરૂપતાની સ્થાપના સ્યાદ્વાદના આધારે કરવામાં આવી તેવી જ રીતે બૌદ્ધ દર્શનમાં વિભાજયવાદના નામે આ જાતનું જ અંકુર પ્રફુટિત થયું પરંતુ ઉચિત માત્રામાં પાણી અને હવા ન મળવાના કારણે તે કરમાઈ ગયું અને મરી ગયું. સ્યાદ્વાદને વખતોવખત પોષક સામગ્રી મળતી રહી જેના લીધે તે આજ દિન સુધી બરાબર વિકસતો અને સમૃદ્ધ થતો રહ્યો. ભેદાભેદવાદ, સદસદ્ધાદ, નિત્યાનિત્યવાદ, નિર્વચનીયાનિર્વચનીયવાદ, એકાએકવાદ, સદસત્કાર્યવાદ આદિ જેટલા પણ દાર્શનિક વાદો છે તે બધાનો આધાર સ્યાદ્વાદ છે. જૈન દર્શનના આચાર્યોએ આ સિદ્ધાન્તની સ્થાપનાનો યુક્તિસંગત પ્રયત્ન કર્યો. આગમોમાં તેનો સારો એવો વિકાસ દેખાય છે. જૈન દર્શનમાં સ્યાદ્વાદનું એટલું બધું મહત્ત્વ છે કે આજ સ્યાદ્વાદ જૈન દર્શનનો પર્યાય બની ગયો છે. જૈન દર્શનનો અર્થ જ સ્યાદ્વાદ કરવામાં આવે છે. જૈન દર્શનનું નામ લેવાતાં જ અન્ય સિદ્ધાન્તો એક બાજુ રહી જાય છે અને તરત જ સ્યાદ્વાદયા અનેકાન્તવાદ જ યાદ આવે છે. હકીકતમાં સ્યાદ્વાદ જૈન દર્શનનો પ્રાણ છે. જૈન આચાર્યોના સઘળા દાર્શનિક ચિત્તનનો આધાર સ્યાદ્વાદ છે. નયવાદ
શ્રુતના બે ઉપયોગ છે – સકલાદેશ અને વિકલાદેશ. સકલાદેશને પ્રમાણ યા સ્યાદ્વાદ કહે છે. વિકલાદેશને નય કહે છે. ધર્માન્તરની અવિવક્ષાના કારણે એક જ ધર્મનું કથન વિકલાદેશ કહેવાય છે. સ્યાદ્વાદ યા સકલાદેશ દ્વારા સંપૂર્ણ વસ્તુનું કથન થાય છે. નય અર્થાત્ વિકલાદેશ દ્વારા વસ્તુના એક અંશનું કથન થાય છે. સકલાદેશમાં વસ્તુના સમસ્ત ધર્મોની વિવક્ષા હોય છે. વિકલાદેશમાં એક ધર્મ સિવાય બીજા ધર્મોની વિવક્ષા નથી હોતી. વિકલાદેશને એટલા માટે સમ્યફ માનવામાં આવે છે કેમ કે તે પોતાના વિવણિત ધર્મ સિવાયના જેટલા પણ ધર્મો છે તેમનો પ્રતિષેધ કરતો નથી પરંતુ તે ધર્મો પ્રતિ તેનો કેવળ ઉપેક્ષાભાવ જ હોય છે. બાકીના ધર્મોનું તેને કોઈ પ્રયોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org