________________
૨ ૪૪
જૈન ધર્મ-દર્શન માધ્યમિક બૌદ્ધદર્શનના આચાર્યે તો સત્, અસત્, સતઅસત્ અને અનુભય આ ચારે દૃષ્ટિએ તત્ત્વને અવાચ્ય માન્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે વસ્તુ ચતુષ્કોટિવિનિર્મુક્ત છે. આમ સાપેક્ષ અવક્તવ્યતા એક, બે, ત્રણ કે ચારે પક્ષોના નિષેધ ઉપર ખડી છે. જ્યાં તત્ત્વ ન સત હોઈ શકે છે, ન અસતુ હોઈ શકે છે, ન સતુ-અસત ઉભય હોઈ શકે છે, ન અનુભય હોઈ શકે છે (આ ચારે પક્ષો એક સાથે હોય કે અલગ અલગ) ત્યાં સાપેક્ષ અવક્તવ્યતા છે. નિરપેક્ષ અવક્તવ્યતા માટે આવું નથી. ત્યાં તો તત્ત્વને સીધેસીધું વચનથી અગમ્ય' કહી દેવામાં આવે છે. પક્ષના રૂપમાં જે અવક્તવ્યતા છે તે સાપેક્ષ અવક્તવ્યતા છે એમ સમજવું જોઈએ.
ઉપનિષદોમાં સતુ, અસતુ, અસત અને અવક્તવ્ય આ ચારે પક્ષો મળે છે એ અમે કહી ગયા છીએ. બૌદ્ધ ત્રિપિટકમાં પણ આ ચાર પક્ષો મળે છે. સાન્તતા અને અનન્તતા, નિત્યતા અને અનિત્યતા આદિ પ્રશ્નોને બુદ્ધ અવ્યાકૃત કહ્યા છે. તેવી જ રીતે આ ચાર પક્ષોને પણ અવ્યાકૃત કહેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે નીચેના પ્રશ્નો અવ્યાકૃત છે:
૧. હોતિ તથા તો પમરાતિ?
न होति तथागतो परंमरणाति ? होति च न होति च तथागतो परंमरणाति ?
नेव होति न न होति तथागतो परंमरणाति ? ૨. સયંત તુવવૃવંતિ ?
परंकतं दुक्खवंति? सयंकतं परंकतं च दुक्खवंति ?
असयंकारं अपरंकारं दुक्खवंति ?' બુદ્ધની જેમ સંજયબેલઢિપુત્ત પણ આ જાતના પ્રશ્નોના ઉત્તર ન તો “હા'માં દેતા હતા કે ન તો “નામાં. તેમનો કોઈ પણ બાબતમાં કોઈ પણ નિશ્ચય હતો નહિ. બુદ્ધ ઓછામાં ઓછું એટલું તો કહેતા હતા કે આ પ્રશ્નો અવ્યાકૃત છે. સંજય બુદ્ધથી પણ એક ડગલું આગળ વધ્યા હતા. તે તો ન “હા” કહેતા, ન “ના” કહેતા, ન અવ્યાકૃત કહેતા,
૧. તો વાવો નિવર્તિને ! ૨. સંયુત્તનિકાય, ૪૪.૧ ૩. એજન, ૧૨.૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org